મેંદરડા પોલીસની ઝડપ – ખુનની કોશિશના આરોપીઓ ગણતરીની કલાકોમાં પકડી પાડ્યા, હથિયારો પણ કબજે.

જૂનાગઢ જિલ્લાના મેંદરડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલા ખુનની કોશીષના ગુનામાં સંકળાયેલા આરોપીઓને મેંદરડા પોલીસએ માત્ર થોડા કલાકોમાં જ ઝડપીને કાનૂની પકડમાં લીધા છે.

તા. ૨૯/૦૮/૨૦૨૫ની રાત્રે મેંદરડા ટાઉન વિસ્તારના વડલી ચોકમાં તલવાર, લોખંડના પાઇપ તથા લાકડીઓ વડે થયેલી મારામારીમાં ફરીયાદી અને સાક્ષીઓને ગંભીર તેમજ સામાન્ય ઇજાઓ પહોંચતા મેંદરડા પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. ૧૧૨૦૩૦૩૯૨૫૦૩૧૪/૨૦૨૫ હેઠળ બી.એન.એસ. કલમ ૧૦૯(૧) વી. મુજબ ખુનની કોશીષનો ગુન્હો નોંધાયો હતો.

ગુન્હો નોંધાયા બાદ જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ જાજડીયા, જિલ્લા પોલીસ વડા શ્રી સુબોધ ઓડેદરા અને વિસાવદર ડિવિઝનના મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી રોહિત ડાગરના માર્ગદર્શન હેઠળ પો.ઇન્સ. પી.સી. સરવૈયાની આગેવાનીમાં અલગ અલગ ટીમો બનાવી ઝડપભેર તપાસ શરૂ કરાઈ હતી.

અંગત બાતમીદારો તથા ટેક્નિકલ સોર્સીસ દ્વારા મળેલી હકીકતના આધારે આરોપીઓને મેંદરડા તાબે રોજીરાણ સીમમાંથી પકડી પાડવામાં આવ્યા હતા. આરોપીઓએ ગુન્હામાં ઉપયોગમાં લીધેલા તલવાર, લોખંડના પાઇપ તથા લાકડીઓ છુપાવી રાખ્યા હતા જેને પોલીસે શોધી કબજે કર્યા છે.


પકડાયેલા આરોપીઓ :

  1. દેસુરભાઇ રામભાઇ હુદડ (ઉંમર ૫૦, રહે. વડલી ચોક, મેંદરડા)

  2. જબ્બરભાઇ હાદાભાઇ તગમડીયા (ઉંમર ૪૨, રહે. ઝુપડા, મેંદરડા)

  3. મયુર ઉર્ફે ઘુઘો વાસુરભાઇ તગમડીયા (ઉંમર ૨૯, રહે. ઝુપડા, મેંદરડા)

  4. વિજયભાઇ મેરામભાઇ તગમડીયા (ઉંમર ૩૨, રહે. ઝુપડા, મેંદરડા)


આરોપીઓનો ગુન્હાહિત ઇતિહાસ :

  • આરોપી દેસુરભાઇ રામભાઇ હુદડ વિરુદ્ધ પ્રોહિબિશન અને IPCની કલમો હેઠળ ગુન્હા નોંધાયેલા છે.

  • આરોપી જબ્બરભાઇ હાદાભાઇ તગમડીયા વિરુદ્ધ પ્રોહિબિશનના અનેક ગુન્હા નોંધાયેલા છે.

  • આરોપી વિજયભાઇ મેરામભાઇ તગમડીયા વિરુદ્ધ પણ IPCની કલમ 506(2) મુજબ ગુન્હો નોંધાયેલ છે.


કામગીરીમાં જોડાયેલા અધિકારીઓ/કર્મચારીઓ :

આ સફળ કામગીરીમાં પો.ઇન્સ. પી.સી. સરવૈયા, એ.એસ.આઇ. હિતેષભાઇ બલદાણીયા, અરવિંદભાઇ હેરભા, શૈલેષભાઇ સોંદરવા, દિવ્યેશભાઇ પરમાર, પો.હેડકો. કેતન મકવાણા, પો.કોન્સ. દિનેશભાઇ ચાવડા, કમલેશભાઇ પાથર, ભગીરથસિંહ બુડા સહિતનો પોલીસ સ્ટાફ સક્રિય રહ્યો હતો.