મેંદરડા પોલીસ સ્ટેશને અંબાળા ગામની સીમમાં આવેલ ગીર નેચરલ ફાર્મમાં દારૂની મહેફીલ માણતા પુરૂષો અને મહિલાઓને પકડીને ગુનો દાખલ કર્યો છે. આ કાર્યવાહી જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા અને જીલ્લા પોલીસ વડા IPS સુબોધ ઓડેદરાની માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.
નવરાત્રીના તહેવારને ધ્યાનમાં રાખીને, ફાર્મહાઉસ, રિસોર્ટ અને હોટલ્સ પર ચેકિંગ હાથ ધરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો, જેથી જુગાર અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવામાં આવી શકે. આ કામગીરી વિસાવદર ડીવીઝનના ઇન્વેસ્ટિગેશન અને ચેકિંગ વિભાગીય અધિકારી હિતેષ ધાંધ્યાની દેખરેખમાં અને મેંદરડા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર પી.સી.સરવૈયાની આગેવાની હેઠળ સફળતાપૂર્વક કરવામાં આવી.
🕵️♂️ ઘટનાની વિગત
પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે અંબાળા ગામમાં ગીર નેચરલ ફાર્મમાં કેટલાક પુરૂષો અને મહિલાઓ દારૂની મહેફીલનું આયોજન કરી રહ્યા છે. પોલીસે તરત સ્થળ પર પહોંચીને રેઇડ કરી વિદેશી દારૂની કિંમત રૂ. 55,080/- અને કુલ મુદ્દામાલ રૂ. 10,53,080/- સાથે 12 લોકોને પકડી ધરપકડ કરી.
👥 પકડાયેલા આરોપીઓ:
મેહુલભાઈ હરદાસભાઈ બારડ, ગીર નેચરલ ફાર્મ, અંબાળા
મુકેશભાઈ નરશીભાઈ પણસારા, રાજકોટ
કેવલભાઈ અર્જુનભાઈ ચોવટીયા, રાજકોટ
દર્શનભાઈ જગદીશભાઈ છત્રાળા, રાજકોટ
હરીશકુમાર જસવંતભાઈ ભેંસદળીયા, મોરબી
મનીષભાઈ જીવણભાઈ રંગીયા, મોરબી
ધવલભાઈ ખીમજીભાઈ ઘોડાસરા, મોરબી
સીતાબેન વીશાલ સાહેબલાલ ગુપ્તા, સુરત
આક્રુતીબેન / નિશાબેન પંકજગીરી, મોરબી
નીરાલીબેન જયેશભાઈ છનાભાઈ સોલંકી, અમદાવાદ
મમતાબેન રવીભાઈ મીણા, અમદાવાદ
માનસીંગભાઈ સીસોદીયા, માલીયા (હાજર નહી)
⚖️ દાખલ ગુનો અને કલમો
ગુજરાત નશાબંધી સુધારા વટહુકમ (2016) કલમ 66(1)(બી), 65(ડી), 65(ઇ), 81, 83(એ), 86
ગુનો નોંધાયેલ મેંદરડા પોલીસ સ્ટેશન ગુ.ર.નં. 11203039250332/2025
👮 કાર્યમાં સક્રિય પોલીસ સ્ટાફ
ઇન્સ્પેક્ટર પી.સી.સરવૈયા, એ.એસ.આઇ. એ.એચ.હેરભા, દિવ્યેશભાઈ પરમાર, કેતન મકવાણા, ભગીરથભાઈ બુડા, રજનીકાંત મહેતા, મનાલીબેન પરમાર સહિત તમામ સ્ટાફે સફળ કામગીરીમાં સહયોગ આપ્યો.
પોલીસ આ મામલે આગળની તપાસ એ.એસ.આઇ. એ.એચ.હેરભા દ્વારા ચાલુ રાખી રહી છે.
📌 અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ