જૂનાગઢ
જૂનાગઢ જિલ્લામાં પ્રવર્તમાન સ્થિત સંદર્ભે કાયદો વ્યવસ્થા અને જાહેર સુલેહ શાંતી જાળવવા સારૂ તેમજ કોઇ અનિચ્છનીય બનાવ ના બને તે માટે સમગ્ર જિલ્લામાં અધિક જિલ્લા મેજસ્ટ્રેટશ્રી એન.એફ.ચૌધરીએ સત્તાની રૂએ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ અન્વયે એક આદેશ જારી કરેલ છે.
તાજીયા, પંજો, ડોલી, હાથી, ઘોડા, ફેરવવા માટે સંબંધકર્તાં વિભાગના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રી પાસેથી ઠરાવેલ મુદતમાં પરવાનગી અગાઉથી મેળવવી પડશે. આવી પરવાનગી પરાપૂર્વથી ફેરવવામાં આવતા તાજીયા માટે અગર માનતા ના તાજીયા માટે મુસ્લિમ કોમના કોઈપણ શખ્સને પરવાનગી મેળવનાર શખ્સોએ જ્યારે કોઈપણ પોલીસ અધિકારીશ્રી પરવાનગી જોવા માંગે ત્યારે રજૂ કરવી પડશે.
પરવાનગી મેળવનાર શખ્સ પોતે તેમના તાજીયા, પંજો, ડોલી, હાથી, ઘોડા સાથે ફરતી મંડળીના સરઘસના કારણે ફરતા માણસોની વર્તુણુક અને સુલેહ શાંતિ ભરી રસમો માટે તે પોતે જવાબદાર રહેશે. કોઈપણ શખ્સ અગર મંડળી અથવા સરઘસની વર્તણુકને અવ્યવસ્થિત અથવા સુલેહશાંતિ માટે જોખમકારક જણાય તેઓેને આપવામાં આવેલ પરવાનગી રદ કરવામાં આવશે. જે તે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રી દ્વારા અપાયેલ પરવાનગીમાં દર્શાવેલ માર્ગને આધીન રહીને પરવાનગી મેળવનાર પોતાના તાજીયા, પંજો, ડોલી, હાથી, ઘોડા સરઘસમાં ફેરવી શકશે. પરવાનગીમાં નક્કી કરેલ સ્થળે વાજિંત્ર વગાડી શકશે. ઢોલ અથવા બીજા કોઈ પણ વાજીંત્રો વગાડવા માટે પરવાનગી તા.૦૯-૦૭-૨૦૨૪ થી તા. ૧૮-૦૭-૨૦૨૪સુધી આપવામાં આવશે. શહાદતની રાત્રે સાંજના પાંચ અને બીજા દિવસની સવારના બે વાગ્યા દરમ્યાન સરઘસ ફેરવી શકશે. તાજીયા દરમિયાન દફન અને ઠંડા કરવાના દિવસે બપોરના ૨.૩૦ થી બીજા દિવસના સવારના ૦૬ કલાક સુધી સરઘસ અને તાજીયાની ક્રિયા પૂરી કરવાની રહેશે. આ હુકમનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે. રસ્તા ઉપર તાજીયા અગર મંડળીઓ વગેરેની લાંબા સમય સુધી એક રસ્તા ઉપર રાખી શકશે નહીં કે થોભી શકશે નહીં. સ્થળ ઉપર હાજર રહેલા પોલીસ અધિકારીશ્રીઓના હુકમને આધીન રહી વધુમાં વધુ પાંચ મિનિટમાં તાજીયા અગર તેની ડોલી મંડળને ચોકારીને આગળ વધવું પડશે.
પરાપૂર્વથી ચાલતા આવેલ અને પરવાનગીમાં દર્શાવેલ ક્રમ પ્રમાણે તાજીયા સાર્વજનિક રસ્તા ઉપર એક પછી એક લાઇનમાં જવા પોલીસ અધિકારીઓ દ્વારા દર સાલના આધારે આપેલ અનુક્રમ નંબર એક પછી એક લાઈનમાં ચાલવા અને જ્યારે સામસામે તાજીયા આવે ત્યારે પછી દરેક તાજીયા આગળ મંડળી હોય, તેમની ડાબી બાજુએ રહી સામેની આવનાર તાજીયાને રસ્તો આપવો પડશે.
ગાડી અગર ઘોડા ઉપર સવાર તથા માણસ મળે તો તાજીયા સામે જનાર લોકોએ વાજીંત્ર બંધ કરી ડાબી ડાબી બાજુએથી આગળ વધવું. કોઈપણ શખ્સે તલવાર, ખંજર, સોટી, લાકડી કે ભાલા કે તેવા પ્રકારના કોઈપણ હથિયાર તથા બીજા કોઈ પણ પ્રકારના હથિયાર લઈને ફરવું નહીં. રમત-ગમત માટે જે શખ્સોને પરવાનગી મેળવેલ હોય તે શખ્સોને જ રમતગ-મતના સઘળા સાધનો અગર હથિયાર પોલીસની દેખરેખ નીચે લઈ જવા દેવામાં આવશે. મોહરમમાં ભાગ લેનાર શખ્સોએ બીજા કોમના સ્વાંગ વેષો કાઢવા નહીં. ઇતર કોમના ધર્મની લાગણી દુભાઇ, દુશ્મનાવટ ઊભી થાય, સુલેહશાંતિનો ભંગ થાય તેવા કૃત્ય કરવા નહીં આ જાહેરનામું તાત્કાલીક અસરથી તા. ૧૮/૦૭/૨૦૨૪ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે ભારતીય ફોજદારી અધિનિયમ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)