યાત્રિયોની સુવિધા માટે વેરાવળ-ગાંધીનગર કેપિટલ સોમનાથ એક્સપ્રેસ ટ્રેનમાં વધારાનો સ્લીપર કોચ લગાડવામાં આવશે.

જૂનાગઢ

યાત્રિયોની સુવિધા માટે, પશ્ચિમ રેલવેએ ભાવનગર ડિવિઝનના વેરાવળ સ્ટેશનથી દોડતી વેરાવળ-ગાંધીનગર કેપિટલ દૈનિક સોમનાથ એક્સપ્રેસ ટ્રેન (22958/22957)માં હંગામી ધોરણે વધારાનો સ્લીપર કોચ લગાડવાનો નિર્ણય લીધો છે. ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા મુજબ વિગતવાર વિગતો નીચે મુજબ છેઃ

1. ટ્રેન નંબર 22958 વેરાવળ-ગાંધીનગર કેપિટલ દૈનિક સોમનાથ એક્સપ્રેસમાં વેરાવળ સ્ટેશનથી 01.07.2024 થી 31.07.2024 સુધી એક વધારાનો સ્લીપર કોચ લગાડવામાં આવશે.

2. ટ્રેન નંબર 22957 ગાંધીનગર કેપિટલ-વેરાવળ દૈનિક સોમનાથ એક્સપ્રેસમાં ગાંધીનગર કેપિટલ સ્ટેશનથી 07.07.2024 થી 06.08.2024 સુધી એક વધારાનો સ્લીપર કોચ લગાડવામાં આવશે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)