વડોદરા:
યુકેમાં નોકરીનું સપનું સંભળાવીને વડોદરાના યુવાન પાસેથી લાખો રૂપિયાની છેતરપિંડી થયાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. 21 યુવકો અને યુવતીઓને યુકેની વર્ક પરમિટ વિઝા અપાવાની લાલચ આપી આશરે ₹20.81 લાખ રૂપિયા હડપ કરાયા હોવાનો ગુનો દાખલ થયો છે.
માંજલપુર વિસ્તારમાં વસવાટ કરતા અમિતકુમાર વિજયભાઈ ગુલરાજાની નામના વેપારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે જણાવ્યું હતું કે તેઓ “યુનિટોટ ઇન્ટરનેશનલ” નામની કંપની દ્વારા પાસપોર્ટ, વિઝા અને હોટલ બુકિંગનો વ્યવસાય કરે છે.
અમિતભાઈના કહેવા મુજબ ત્રણ વર્ષ પહેલાં ફેસબુક પર હર્ષદ રાકેશભાઈ બ્રહ્મભટ્ટ (નિવાસી તક્ષ કોમ્પ્લેક્સ, વાસણા રોડ) સાથે પરિચય થયો હતો. બ્રહ્મભટ્ટે તેમને કહ્યું કે યુકેમાં એક કંપનીમાં તેમની ઓળખાણ છે અને ત્યાં વિવિધ વર્ક પરમિટના અભાવમાં ભરતી ચાલી રહી છે. આ ઓફર સાંભળ્યા બાદ અમિતભાઈએ 21 યુવકો અને યુવતીઓના વિઝા માટે બ્રહ્મભટ્ટને ફાઈલ મોકલી આપી હતી.
પ્રત્યેક વિઝા માટે રૂ. 7.5 લાખ નક્કી થયા હતા, પરંતુ…
બ્રહ્મભટ્ટે કુલ ખર્ચ ₹1.57 કરોડ બતાવ્યો હતો. શરૂઆતમાં અમિતભાઈએ રૂપિયા 20.81 લાખ આપી દીધા હતા. ત્યારબાદ હર્ષદ બ્રહ્મભટ્ટે તેમનો ફોન ઉઠાવવાનું બંધ કરી દીધું અને ન તો કોઈ વિઝાની માહિતી આપી, ન જ કોઈ રકમ પરત આપી.
પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધ્યો
હવે અમિતભાઈએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં બ્રહ્મભટ્ટ વિરુદ્ધ ગંભીર છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. પોલીસ દ્વારા હાલ વધુ માહિતી મેળવી તફતીષ શરૂ કરવામાં આવી છે.
અહેવાલ : ગુજરાત બ્યુરો