રાજકોટ ખાતે રાષ્ટ્રીય અવકાશ દિવસ ઉજવણી અંતર્ગત ઈસરોના વૈજ્ઞાનિકોના એક્ષપર્ટ સેશનનું આયોજન.

રીજીયોનલ સાયન્સ સેન્ટર, રાજકોટ ખાતે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST) પ્રેરિત 11 દિવસીય રાષ્ટ્રીય અવકાશ દિવસ – 2025 ની ઉજવણીના ભાગરૂપે તા. 17 ઓગસ્ટે ઈસરોના પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિકોના “એક્ષપર્ટ સેશન” નું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે રાજકોટ સિટી પોલીસ કમિશનર શ્રી બ્રજેશ કુમાર જા ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ DCP ટ્રાફિક પૂજા યાદવ તથા ACP શ્રી પઠાણ પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં પ્રોજેક્ટ ડિરેક્ટર ડૉ. સુમિત વ્યાસે અતિથિઓનું સ્વાગત કરી વિદ્યાર્થીઓને અંતરિક્ષ ક્ષેત્રે કારકિર્દી બનાવવા પ્રેરિત કર્યા.

વૈજ્ઞાનિકોના વક્તવ્ય :

  • શ્રી નીલેશભાઈ મકવાણા (ISRO, SAC) : તેમણે માઇક્રોવેવ રિમોટ સેન્સિંગ ક્ષેત્રે થયેલા પ્રયોગો તથા ભારતના ઉપગ્રહ લોન્ચ મિશનો વિશે ઓડિયો-વિઝ્યુઅલ દ્વારા રસપ્રદ રજૂઆત કરી. એન્ટાર્કટિકામાં તેમના વૈજ્ઞાનિક અભિયાનનો અનુભવ પણ વિદ્યાર્થીઓ સાથે વહેંચ્યો.

  • શ્રી જે.પી. જોશી (નિવૃત્ત વૈજ્ઞાનિક, ISRO) : તેમણે APPLE, INSAT અને GSAT શ્રેણીના ઉપગ્રહો સહિત 25થી વધુ મિશનમાં કરેલા યોગદાનની વાત કરી. તેમણે ચંદ્રયાનથી લઈને NISAR મિશન સુધીની મુસાફરીને સરળ ભાષામાં સમજાવી.

વિશેષ પ્રવૃત્તિઓ :
સેશન બાદ વિદ્યાર્થીઓ માટે સ્પેસ ક્વિઝ યોજાઈ જેમાં સાચા જવાબ આપનારને સર્ટિફિકેટ આપવામાં આવ્યા. કુલ 350 થી વધુ વિદ્યાર્થીઓ, પોલીસ અધિકારીઓ તથા તેમના પરિવારજનો આ કાર્યક્રમમાં હાજર રહ્યા.

આગામી દિવસોમાં પણ સ્પેસ ક્વિઝ, સેલ્ફી વિથ રોકેટ, પેપર રોકેટ મેકિંગ, રોબોટ ડેમો, વર્કશોપ્સ, સાયન્ટિફિક મૂવી સ્ક્રીનિંગ જેવી પ્રવૃત્તિઓ યોજાશે. તમામ પ્રવૃત્તિઓમાં ભાગ લેવું નિઃશુલ્ક છે, માત્ર એન્ટ્રી અને પાર્કિંગ ચાર્જ લાગુ રહેશે.

📌 અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ