
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી જૂનાગઢ ખાતેની પોલીસ તાલીમ મહાવિદ્યાલયના હેલીપેડ ખાતે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ૨૦માં દીક્ષાંત સમારોહમાં સહભાગી થવા પધારેલા રાજ્યપાલશ્રીને જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુંમર, જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયા, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ શ્રી વી.પી.ચોવટીયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી નીતિન સાંગવાન, જિલ્લા પોલીસ વડા શ્રી ભગીરથસિંહ જાડેજા, રજીસ્ટાર શ્રી વાય.એચ. ઘેલાણી સહિતના મહાનુભાવોએ આવકાર્યા હતા.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)