રાધા રાણી ગ્રુપ દ્વારા ઓપન જુનાગઢ સાંબા (મોરૈયો) માંથી બનતી ખારી વાનગીની હરીફાઈ.

જૂનાગઢ

રાધા રાણી ગ્રુપ દ્વારા. તા. 4-9 -2024 ને બુધવાર ના રોજ રેડક્રોસ હોલ, આઝાદ ચોક, જૂનાગઢ ખાતે સાંજે ૫ થી ૭ સુધી “ઓપન જુનાગઢ” સાંબા (મોરૈયો) માંથી બનતી ખારી વાનગીની હરીફાઈ મા (કોઈપણ વસ્તુ નો ઉપયોગ કરી શકાશે) દરેક વિજેતા ને પારુલબેન સૂચક તરફથી ઇનામ આપવામાં આવશે, એન્ટ્રી ફી ₹30 છે, ભાગ લેનાર દરેક વ્યક્તિને સ્યોર ગિફ્ટ આપવામાં આવશે .

વધુમાં દરેક બહેનો આત્મ નિર્ભર બને તેના માટે કોર્પોરેશન માંથી U C D શાખામાંથી બહેનો આવશે અને સરકાર તરફથી મહિલાઓને મળતી સહાય વિશેની તમામ જાણકારી આપશે.

તેમજ હાઉઝી, તથા નંબર ગેમ રમાડવામાં આવશે, ત્યારપછી અલ્પાહાર.

વધુ માહિતી માટે સંપર્ક કરો ચેતનાબેન તન્ના-9033775590, નિશાબેન રૂપારેલીયા -૯૪૨૮૧૦૫૬૫૯, ચાંદનીબેન રાજા- ૯૯૨૫૫૫૫૪૬૯,નિતાબેન ઉનડકટ-9427975990,ગીતાબેન કોટક-૯૬૨૪૩૬૮૧૪૩, જલ્પાબેન જોષી-7405555624,જે બહેનોને એન્ટ્રી લખાવવાની હોય તે કોઈપણ કમિટી મેમ્બર ને લખાવી શકે છે

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)