રાજકોટ
રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર, કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર તથા જીલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી,રાજકોટના આર્થિક સહયોગથી સાયન્સ સેન્ટર, રાજકોટની ટીમ દ્વારા રીજીયોનલ સાયન્સ સેન્ટર, રાજકોટ ખાતે સાજન ટ્રસ્ટ ના સહિયારા પ્રયાસથી ડો. સુમિત વ્યાસ લિખિત, ચેતન ટાંક અને ડો.સુમિત વ્યાસ દ્વારા દિગ્દર્શિત તારીખ 21 જુલાઇની સાંજે એક નાટક ‘ધ રોકેટીયર્સ’નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ નાટક દ્વારા ભારતના સૌપ્રથમ રોકેટ ના બનાવવાની અને તેને આકાશમાં લોન્ચ કરવાની વાત રજૂ કરતું નાટક આયોજિત કરવામાં આવેલ હતું. આ નાટકમાં ઓમ ભટ્ટ, હર્ષ ત્રિવેદી, જીત સોલંકી, જયદીપ જાડા, મિહિર વ્યાસ, કરન કટેસીયા, વિનીત રાઠોડ, જાગૃતિ ચૌહાણ, જેવા મુખ્ય કલાકારોએ પોતાની નાટ્યકલા રજૂ કરેલ હતી. આ ઉપરાંત સ્પોર્ટિંગ કાસ્ટ તરીકે રૂચિતા જેઠવા, નિધિ પરમાર, યોગેશ્વરીબા જાડેજા, પ્રસુન્ન મેહતા, હર્ષ વગેરે દ્વારા વિદ્યાર્થીઓ અને વૈજ્ઞાનીક જેવા પાત્રો ભજવી પોતાની આગવી કલા રજૂ કરી હતી.
આ કાર્યક્રમમાં રાજકોટ શહેર પોલીસ કમિશ્નરશ્રી બ્રજેશ કુમાર ઝા અને જીલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી હિતેશ દિહોરા હાજર રહ્યા હતા. તેઓએ રિજિયોનલ સાયન્સ સેન્ટર, રાજકોટ ની ટીમ દ્વારા રજૂ કરવામાં આવેલ નાટકને તમામ મહાનુભાવોએ બિરદાવ્યું હતું. આ નાટક દ્વારા લોકોને ભારતના શ્રેષ્ઠ વિજ્ઞાનીકો દ્વારા વિસાવવામાં આવેલ સૌપ્રથમ રોકેટ અને તેના ઊડયન વિશે જાણકારી મળી હતી. આ નાટક આશરે ૧૮૦ જેટલા મુલાકાતી ઓએ નિહાળ્યું હતું.
અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)