રોટરી ક્લબ ઓફ કેશોદ અને નવરંગ નેચર ક્લબ દ્વારા કેશોદ ખાતે ફૂલછોડ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.

કેશોદ

રોટરી ક્લબ ઓફ કેશોદ અને નવરંગ નેચર ક્લબના સંયુક્ત ઉપક્રમે કેશોદ શહેરની પ્રકૃતિ પ્રેમી કીચન ગાર્ડન અને ગાર્ડનના શોખીન કેશોદ વાસીઓ માટે તદ્દન રાહત દરે દેશી શાકભાજીનું બિયારણ કોકોપીઠ વિવિધ પ્રકારના 150 થી વધારે ફૂલછોડના રોપ જેમાં વિવિધ રંગોના ગુલાબ રાતરાણી નાગરવેલ મનીવેલ મધુ માલતી સ્ટોબેરી અને અન્ય સુશોભનના ઇન્ડોર અને આઉટડોર એવા વિવિધ પ્લાન્ટ સાથે વિવિધ આકાર અને સાઈઝના કુંડા અળસિયાનું વર્મિંગ કમ્પોઝ ખાતર ગુલાબ માટેનું ખાસ ખાતર રાહત દરે મધ્યમ વર્ગના લોકો પોતાના ઘરે પોતાના ફળિયામાં ગાર્ડન વિકસિત કરી શકે અને ઘરમાં જ નંદનવન બનાવી શકે એ માટે રોટરી ક્લબ ઓફ કેશોદ અને નેચર ક્લબ રાજકોટ દ્વારા કરવામાં આવેલા આ પ્રયાસને કેશોદ શહેરના પ્રકૃતિ પ્રેમીઓએ ખૂબ સરાહના સાથે બહોળી સંખ્યામાં ખરીદી કરીને પ્રતિસાદ આપ્યો.

આ તકે કેશોદના પ્રકૃતિ પ્રેમી એવા અર્જુનભાઈ, પાઘડાર રેવતુભા રાયજાદા, જીતુભાઈ પુરોહિત, અને વિરેન્દ્રસિંહ રાયજાદા જેવા મહાનુભવો પણ સ્થાપક પ્રમુખ હિતેશભાઈ ચનીયારા અને વર્તમાન પ્રમુખ ભુપતભાઈ વાજા સાથે જોડાયા હતા પ્રોજેક્ટ ચેરમેન શ્રી જીતેન્દ્ર ધોળકિયા દ્વારા દેશી ઓસળીયાના આ વિવિધ વૃક્ષો ની જાળવણી ની જાણકારી આપવામાં આવી હતી પ્રોફેસર જીતેન્દ્ર પટેલ, કિરીટભાઈ ત્રાંબડીયા હિતેશભાઈ રામોલિયા ડોક્ટર સ્નેહલ તન્ના આઝાદ કલબના પ્રમુખશ્રી હમીરસિંહ વાળા ભારત વિકાસ પરિષદના પ્રમુખશ્રી મહાવીર જાડેજા સહિતના સૌ વિવિધ કલબ ના સભ્યોએ પણ રાહત એટલે માત્ર ટોકનના દરથી કરવામાં આવેલું હતું

અહેવાલ :- રાવલિયા મધુ (કેશોદ)