લોક સભા ચુટણી ૨૦૨૪ અન્વયે ભારતીય બનાવટનો વિદેશી દારૂ મો.સા.મા ચોરખાનુ બનાવી હેરાફેરી કરતા કિમીયાનો.
ઉના :-
જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેષ જાંજડીયા સાહેબ તથા ગીરસોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન.જાડેજા સાહેબ નાઓ દ્વારા પ્રોહિ જુગારની બંદી દુર કરવા કડક અમલવારી કરવા આદેશ આપેલ હોય તથા ડી.વાય.એસ.પી એમ.એફ ચૈાધરી સાહેબ ઉના વિભાગ-ઉના નાઓ દ્વારા પ્રોહિ નેસ નાબુદ કરવા કડક સુચના અન્વયે પો.ઇન્સ.એમ.એન.રાણા સાહેબ નાઓએ પ્રોહી પ્રવૃતી આચરનાર સામે કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જેઓના માર્ગદર્શન અને આગેવાની હેઠળ થયેલ કાર્યવાહી મુજબ.સર્વેલંગ્ન સ્કોર્ડના પો.સબ.ઇન્સ.એચ.એલ.જેબલીયા સાહેબ તથા એ.એસ.આઇ ધર્મેન્દ્રસીહ માનસિહ પરમાર તથા એ.એસ.આઇ.જોરૂભા મકવાણા તથા પો.કોન્સ.વિજયસિંહ ચૌહાણ તથા પો.કોન્સ.રાહુલભાઇ છેલાણા તથા પો.કોન્સ રવિસિંહ ગોહીલ એ રીતેના પો.સ્ટાફ ના માણસો પ્રેટ્રલીગમા હતા તે દરમ્યાન
પર્દાફાશ કરી એક ઇસમને પ્રોહી મુદામાલ સાથે પકડી પાડતી ઉના સર્વલેન્સ સ્કોર્ડ.
ભાડાશી ગામના પાડીયા પાસે આવતા બાતમી રાહે હકીકત મળેલ કે,તડ ગામ તરફથી એક મો.સા.ની ટાંકીમાં ચોરખાનુ બનાવી તેમા ભારતીય બનાવટ વિદેશી દારૂની બોટલો લઇ તડ ગામ તરફથી કાજરડી તરફ આવનાર છે. તેવી બાતમી હકિકત આધારે વોચ રાખી તે દરમ્યાન ઝડપી પાડી તેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની કિમ્પીસ સ્પેશ્યલ વ્હીસ્કી ઓલ્ડ એન્ડ ઓરીઝનલ ૧૮૦ એમ.એલ.ની પ્લાસ્ટીકની કંપનીશીલ પેક બોટલ નંગ-૪૭ કિ.રૂ.૨૩૫૦/- તથા હીરો કંપનીની કાળા કલરની સ્પેન્ડર પ્લસરજી.નં.GJ-32-D-1665 વાળી જેની કિ.રૂ.૨૦,૦૦૦/- મળી કુલ રૂપીયા ૨૨,૩૫૦/-નો પ્રોહી મુદામાલ નો જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.આરોપી
હીમતલાલ ધીરૂભાઈ ચારણીયા કોળી ઉ.વ.૨૯ ધંધો-મજુરી રહે,કાજરડી ઠે,ચારણીયા શેરી તા.ઉના જી.ગીર સોમનાથ
અહેવાલ :- હુસેન અહેમદ ભાદરકા