વડોદરાના ડભોઇ મોડલ ફોર્મ જવાના રસ્તા પર ડભોઇ નગરપાલિકા દ્વારા શહેરનો ગંદો કચરો નખાતા ગંદકીની સામ્રાજ્ય જોવા મળ્યું.

વડોદરા

ડભોઇ મોડલ ફોર્મ જવાના રસ્તા પર ડભોઇ નગરપાલિકા દ્વારા શહેરનો ગંદો કચરો ટ્રેક્ટર તેમજ ટેમ્પો દ્વારા નાંખવામાં આવે છે પણ હાલ કચરો રોડ પર આવી ગયો છે અને મોટા પ્રમાણમાં દુર્ગંધ મારે છે હાલ ડભોઇ નગરપાલિકામાં વિસ્તારમાં ઝાડા ઉલટી ના કેસો વધી રહ્યા છે ત્યારે આ રોડ ઉપર કબ્રસ્તાન અને મંદિર આવેલું છે તેમજ મોડલ ફોર્મ ગામ મા 70 થી 80 પરિવારની વસ્તી રહેતી હોય લોકોને અવર-જવર વખતે દુર્ઘટનો ભોગ બનવું પડે છે ડભોઇ નગરપાલિકા સાફ સફાઈ કરાવી તેનો નિકાલ લાવે નહીં તો મોટા પ્રમાણમાં રોગચાળો પસરે તે પહેલા રોડ ઉપરથી સાફ સફાઈ કરવા માંગ ઉઠવા પામી છે…

હાલ પવિત્ર શ્રાવણ મહિનો ચાલતો હોય વિભાગ હાઈસ્કૂલ થી મોડેલ ફોર્મ જવાના રોડ પર મેલડી માતાનું મંદિર આવેલું છે તેમજ નજીકમાં કબ્રસ્તાન આવેલું છે અને મોડલ ફોર્મ ખાતે પરિવારને ની વસ્તી ધરાવતું આ ગામમાં કોઈ બસ આવવા જવાની સુવિધા ના હોય તેમજ બાળકો અભ્યાસ માટે પગપાળા અવર-જવર કરતા હોય કબ્રસ્તાનની નજીકમાં કચરાપેટી આવેલી છે આ કચરાપેટીમાં આખા ગામનો કચરો ટેમ્પા દ્વારા ટ્રેક્ટર દ્વારા રોડ ઉપર નાખી જતા હોય મૃત્યુ પામેલા ઢોર નાખી જતા હોય હાલ ચોમાસાની સિઝન ચાલતી હોય ગંદકી કારણે આ રોડ પરથી પસાર થતાં દરમિયાન અવરજવર કરતા ભક્તજનો અને ગ્રામજનો અને રોજિંદા કબ્રસ્તાન જનારાઓ ને દુર્ગંધ મારે છે આ રોડ પરથી પસાર થવું ઘણું મુશ્કેલ થઈ પડ્યું છે અને લોકોને મોઢે ડૂચા મારીને પસાર થવું પડતું હોય ત્યારે ડભોઇ નગરપાલિકા વહીવટી તંત્ર દ્વારા આ રોડ પર આવી એક નજર કરે ત્યારે જ ખબર પડે કે ખરેખર લોકોને આ રોડ પરથી પસાર થવું કેટલું મુશ્કેલ જણાય છે જેથી કરી વહેલી તકે સાફ-સફાઈ થાય તેવી લોકોની માંગ ઉઠવા પામી છે..

અહેવાલ :- હર્ષ પટેલ (વડોદરા)