વડોદરામાં ઝડપી વાહન હંકારવાના બનાવો યથાવત, રેસકોર્સ નજીક ગમખ્વાર અકસ્માત!!

વડોદરા: શહેરમાં અતિવેગથી વાહન હંકારવાના કારણે અકસ્માતોની સંખ્યા દિવસેને દિવસે વધતી જાય છે. આજ સવારે રેસકોર્સ વિસ્તારના ચકલી સર્કલ પાસે એક ગંભીર અકસ્માત સર્જાયો, જેમાં એક કારના ડ્રાઇવરે સ્ટિઅરિંગ પરથી કાબૂ ગુમાવતા ત્રણ કાર અને બે ટુ-વ્હીલરોને અડફેટમાં લીધા.

પ્રાપ્ત વિગતો મુજબ, ચકલી સર્કલ પાસે બ્રિજ પરથી નીચે ઉતરતી વખતે સિગ્નલ પર વાહનો રોકાયા હતા. તે દરમિયાન, એક લાલ રંગની કાર અચાનક પછાડાતી નીકળી અને આગળ ઉભેલી કાર સાથે ટકરાઈ. આ અથડામણમાં વધુ બે કાર અને બે-ત્રણ ટુ-વ્હીલરો પણ નષ્ટ થયા. ઘટનામાં એક વ્યક્તિને ગંભીર ઇજા થતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

અકસ્માતને પગલે થોડાક સમય માટે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ, જે બાદ ટ્રાફિક પોલીસ દ્રારા વ્યવહાર સામાન્ય કરવામાં આવ્યો. પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે અકસ્માત કરનાર કારનું ટાયર પંકચર થવાથી ડ્રાઇવરે સ્ટિઅરિંગ પરથી કાબૂ ગુમાવ્યો. હાલ, પોલીસ દ્વારા ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

વડોદરામાં સતત વધી રહેલા આવા અકસ્માતોને ધ્યાનમાં રાખી, વાહનચાલકો માટે વધુ સખત નિયમો ઘડવાની જરૂર છે.