વડોદરા ડભોઈમાં ૨૦૧૮માં મારામારીના આરોપીને પાંચ વર્ષની સજા

વડોદરા
ડભોઈ એડિશનલ સેશન જજની કોર્ટ દ્વારા ઓગસ્ટ ૨૦૧૮માં જીવલેણ હુમલો અને મારામારીના ગુનાના આરોપીને સરકારી વકીલ ચૌહાણ દ્વારા દલીલો કરતા પાંચ વર્ષની સજા ફટકારતા કોર્ટમાં સન્નાટો છવાઈ ગયો હતો.

આ ઘટના પમી ઓગસ્ટ-૧૮ના રોજ ડભોઈના નવાપુરા વિસ્તાર નજીક જમાતખાના પાસે ઘંટી હતી. જેમાં આરોપી આમિર વલી મનસુરીએ વિસ્તારમાં રહેતા તરબેજ સલીમ ઘાંચી સાથે બોલાચાલીથયા બાદ જીવલેણ હુમલો કરીને મારામારી કરી હતી જેમા આરોપી આમિર મન્સૂરીએ તરબેજ ઘાંચીને હૃદય અને પેટના ભાગે માર મારીઇજા પહોંચાડતા હોસ્પિટલ ભેગો કરાયો હતો. જ્યાં તે જીવન મરણવચ્ચે ઝોલા ખાઈ રહ્યો હતો. ઘટના સંબંધી ડભોઇ પોલીસ મથકમાં ૩૦૭ની કલમ મુજબનો ગુનો નોંધાયો હતો. જે અંતર્ગત આજરોજઆ ગુનો ડભોઈ એડિશનલ સેશન જજ એચ જી વાઘેલા સાહેબ એ બંનેપક્ષોની દલીલો સાંભળી આરોપી આમિર મન્સૂરી સામે ચુકાદો આપતા જણાવ્યું હતું.
જેમા ૩૦૭ની કલમ મુજબ પાંચ વર્ષની સજા અને ૧૫૦૦૦ રોકડનો દંડ સાથે ૩૨૬ના ગુના મુજબ ૩ વર્ષની સજાઅને ૫૦૦૦ રોકડનો દંડની સજા ફરમાવી હતી.

જો આરોપી રોકડરકમ ન ભરે તો વધુ એક માસની સાદી કેદની સજા સાથોસાથ દંડનીરકમમાંથી રૂા. ૧૫ હજાર ઈજાગ્રસ્ત ને ચૂકવવાનો હુકમ કર્યો હતો.

હર્ષ પટેલ (વડોદરા)