વડોદરા મીડિયા ક્લબ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી..

વડોદરા મીડિયા ક્લબ દ્વારા વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા ને આયોજનપત્ર આપવામાં આવ્યું જેમાં બે દિવસ પહેલા વડોદરા મહાનગરપાલિકાની સભા દરમિયાન પત્રકાર પર થયેલ દૂરવાને લઈને આજે વડોદરા મીડિયા કલબ ના સભ્યો સાથે પત્રકારો અને તંત્રી ઓ એ મ્યુનિસિપલ કમિશનને આપવામાં આવ્યું હતું,જેમાં મીડિયા ક્લબના પ્રમુખ એ મ્યુનિસિપલ કમિશનર ને રજૂઆત કરવામાં આવી હતી કે વારંવાર પદ અધિકારીઓ દ્વારા મીડિયા કર્મીઓ સાથે દૂર વ્યવહાર અને અભદ્ર વર્તન કરવામાં આવતું હોય છે જેને લઈને મીડિયા કર્મીઓ માં આક્રોશ જોવા મળ્યો હતો અને વડોદરા ના પ્રથમ નાગરિક મેયર પિન્કીબેન સોની એ સભા દરમિયાન ઠરાવ પસાર કરવાનો નિર્ણય કર્યો હતો જેને લઈને તમામ મીડિયા કર્મીઓમાં આક્રોશ જોવા મળ્યો હતો

ત્યારે આજે વડોદરા મીડિયા ક્લબ ના સભ્યો અને પત્રકારો દ્વારા મ્યુનિસિપલ કમિશનને રજૂઆત કરવામાં આવી હતી કે આવા કોઈ ઠરાવો અને પદ અધિકારીઓ દ્વારા થતા દૂર વ્યવહાર અને અભદ્ર વર્તન પર નિર્ણય કરવામાં આવે સાથે થોડાક દિવસો પહેલા વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન શીતલ મિસ્ત્રી અને ખાનગી ન્યુઝ ચેનલના કેમેરામેન સાથે થપ્પડ પ્રકરણ થયું હતું જેના સીસીટીવી કેમેરા આપવા માટે રજૂઆત કરવામાં આવી હતી સાથે જ મીડિયા કર્મીઓ સાથે થતા દૂર વ્યવહાર માટે કોઈ કલમ હોય તો તેના પર કાર્યવાહી કરવા માટેની માંગ કરવામાં આવી હતી.

અહેવાલ :- હર્ષ પટેલ (વડોદરા)