વડોદરા શહેરમાં બિચ્છુ ગેંગનો આતંક ફરી સામે આવ્યો હતો. પાડોશી યુવકને કેસમાંથી છોડવાનું પરિવારને ભારે પડ્યું હતું. અટલાદરા પોલીસ મથકનાં નોંધાયેલ ફરિયાદમાં પૈસાની લેતીદેતી મામલે બિચ્છુ ગેંગના સભ્યોએ પુત્રી પર ગેંગરેપ ગુજારવાની ધમકી આપતા માતાએ ન્યાયની માંગણી કરી હતી.જેમાં ચાર સામે ગૂન્હો નોંધ્યો હતો જે પૈકી આજે ત્રણ આરોપીઓનો અટલાદરા પોલીસે ઝડપી પાડી ‘વરઘોડો’ કાઢ્યો હતો.
આજે આટલાદરા પોલીસ મથકના પીઆઇ સહિતના સ્ટાફે ત્રણે આરોપીઓને સાથે રાખી ‘વરઘોડો’ કાઢ્યો હતો. મહત્વની વાત છે કે, વડોદરા શહેરમાં અવારનવાર આવા અસામાજિક તત્વો અને બિચ્છુ ગેંગના સાગરિતો દ્વારા કેટલાય લોકોને ધાકધમકી આપવામાં આવે છે ત્યારે તેઓનો ડર ઓછો થાય તેવા હેતુથી આજે ત્રણ આરોપીઓને લઈ જાહેરમાં ફેરવી સાન ઠેકાણે લાવી દીધી હતી.આ ચાર આરોપીઓમાંથી એક આરોપીને પોલીસે અગાઉ જ અટકયત કરી કાર્યવાહી હાથ ધરી હતી.વડોદરા શહેરમાં માથાભારે બિચ્છુ ગેંગે ફરી માથું ઉચક્યું છે. વડોદરા શહેરના એક પરિવારની માતાને ધાક ધમકી આપવામાં આવી હતી. આ પરિવારને પાડોશી યુવકને ડ્રગ્સ કેસમાં છોડાવવા કરેલી મદદ ભારે પડી છે.
સમગ્ર મામલે માતા સૌ પ્રથમ શહેર પોલીસ કમિશનની કચેરી ખાતે પહોંચી હતી. જ્યાં તેઓ તરફથી કાર્યવાહી કરવાનું આશ્વાસન મળતા આ મહિલા મોડી રાત્રે અટલાદરા પોલીસ મથક ખાતે પહોંચી હતી. જ્યાં પણ અટલાદરા પોલીસ મથકના પીઆઇએ આ મામલે કાર્યવાહી કરવા ખાતરી આપી હતી.
અહેવાલ :- હર્ષ પટેલ વડોદરા