વડોદરા શહેર પોલીસની ઝડપભરી કામગીરી: આજવા રોડ પરથી ચોરી થયેલી બાઈક સાથે આરોપી ઝડપાયો

વડોદરા:
શહેરના આજવા રોડ પર આવેલી અમેરિકન સ્કૂલ નજીકથી ચોરી ગયેલી મોટરસાયકલને ગણતરીના કલાકોમાં ટ્રેસ કરીને વડોદરા શહેર પોલીસે ચોરીના ગુનાને સફળતાપૂર્વક ઉકેલી દીધો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, સમાચાર મળતાં જ પોલીસની ટીમએ સીસીટીવી ફૂટેજના આધારે તપાસની દિશા સ્પષ્ટ કરી હતી અને ચોકસાઇપૂર્વક કામ કરીને એક શંકાસ્પદ વ્યક્તિને અટકાઈ તપાસ હાથ ધરી હતી.

તપાસ દરમિયાન આરોપીએ બાઈક ચોરીની કબૂલાત આપતા પોલીસે ચોરાયેલું વાહન કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ ઘટનામાં વડોદરા શહેર પોલીસે ઝડપી અને ચોકસાઇભરી કામગીરી કરીને નાગરિકોમાં સુરક્ષા અને વિશ્વાસનો સંદેશ આપ્યો છે. પોલીસ દ્વારા આરોપી સામે કાયદેસર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને આગળની તફતીષ ચાલુ છે.

અહેવાલ :- હર્ષ પટેલ