વલસાડના આદિવાસી સમાજના આગેવાનો દ્વારા બાબાસાહેબ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે પારડી સાંઢપોરથી કલવાડા સુધીની ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવેલ અને કલવાડા ચાર રસ્તા પર સભા યોજી વલસાડ તાલુકાના કલવાડાની આસપાસના 20 કરતા વધારે ગામોની સરકારી શાળાના 300 થી વધારે હોશિયાર વિદ્યાર્થીઓનું ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું હતું.
કલવાડા ખાતે હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી હતી અને ભારત માતા તેમજ ડો.ભીમરાવ આંબેડકરજીનો જય જયકાર કર્યો હતો.કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ ડો. નિરવ ભુલાભાઇ પટેલ,માજી જિલ્લા પંચાયત સભ્ય જયશ્રી પટેલ,વલસાડ રૂરલ પોલિસ સ્ટેશનના પોલિસ ઇન્સ્પેક્ટર બી.ડી.જીતિયા,કલવાડા સરપંચ બિપિન રાઠોડ,ગોરવાડા સરપંચ પ્રકાશભાઈ,સેગવા માજી સરપંચ રમીલા પટેલ,માજી તાલુકા સભ્ય અમૃત પટેલ,ચોબડીયા ઉપસરપંચ ચેતન પટેલ,ચંદ્રકાન્ત પટેલ,ફૂડ એન્ડ ડ્રગ્સ નિવૃત અધિકારી એજી પટેલ,ઘડોઇ સરપંચ જીતુભાઇ,ઉપસરપંચ ધીરુભાઈ નાયકા,ખેરગામ હર્ષદભાઈ પટેલ,અજીતભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.
આ કાર્યક્રમનું સફળ આયોજન રણભૂમિ ટ્રસ્ટના વલસાડના પ્રમુખ વકીલ કેયુર પટેલ,આદિવાસી સંઘના મયુર પટેલ,અનિલ પટેલ,પરેશ પટેલ,શૈલેષ પટેલ,પ્રજ્ઞેશ પટેલ,ડીજે ઉમંગ,ધર્મેશ નાયકા, સહિતનાઓની ટીમે કરેલ હતું અને સુંદર એન્કરિંગ યોગાચાર્ય નિલેશભાઈ કોશિયા દ્વારા કરવામાં આવેલ હતું.
મહિલા યોગ નિષ્ણાંત સેજલ ગુપ્તા,ઘડોઇ અને ઠક્કરવાડાની આદિવાસી બાળાઓની ટીમે ધમાકેદાર કલાકૃતિ રજુ કરી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરેલ હતાં.આ પ્રસંગે મીડિયા સાથે વાતચીતમાં ડો.નિરવ ભુલાભાઇ પટેલ અને વકીલ કેયુર પટેલે જણાવ્યું હતું કે કોઈપણ હોશિયાર વિદ્યાર્થીઓની કદર થાય તો એલોકો ખુબ જ આગળ વધી શકે ખાસ કરીને સરકારી શાળાઓના ગરીબ બાળકોની મહેનતની જોઈએ એવી કદર થતી નથી આથી આ વિદ્યાર્થીઓના આદર્શ 9 ભાષાના જાણકાર,32 ડિગ્રીધારક મહામાનવ ડો.ભીમરાવ આંબેડકરજીના જન્મજયંતિ નિમિતે પ્રથમવાર આ નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે જેનો ખુબ સારો પ્રતિભાવ મળ્યો છે અને બાળકોએ ટ્રોફી અને અમારી સાથે પડાવેલ ફોટોઓમાં છલકાતી ખુશીઓ પરથી બાળકો અને વાલીઓને મહેનતની કદર થયાનો અહેસાસ અને ઉત્સાહ સ્પષ્ટ જોઈ શકાય છે.
અમારો પ્રયત્ન રહેશે કે ટીમ હજુ મોટી કરી ખુબ મોટા પાયે ગરીબ બાળકોની જિંદગીમાં શિક્ષણ ક્ષેત્રે મોટો બદલાવ લાવી શકાય.દરેક બાળકે અને વાલીઓએ શિક્ષણનું મહત્વ સમજવું પડશે,વ્યસન અને ખોટા ખર્ચાઓ બંધ કરી એટલા જ રૂપિયા બાળકોના ભણતર માટે વાપરશો તો દેશની કાયાપલટ થતાં વાર નહીં લાગે.આજના દિવસે જે ભવ્ય લોકલાગણી અને જનમેદની ઉમટી કાર્યક્રમને સફળ બનાવ્યો અને ડો.બાબાસાહેબ આંબેડકરના સિદ્ધાંતો ઉપસ્થિત બાળકોમાંથી માત્ર 10% બાળકો પોતાના જીવનમાં ઉતારે તો ઘણોમોટો બદલાવ આવશે.
અહેવાલ – વિશાલ પટેલ, વલસાડ