ભરૂચ
પ્રાપ્ત માહિતી અનુસાર દહેજ પોલીસ સ્ટાફના માણસો વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે સમય દરમિયાન સર્વેલન્સ સ્ટાફના માણસોને બાતમી મળી હતી કે, અટાલી ગામની સિમમાં આવેલ કંપનીઓની રહેણાંક કોલોનીની નજીક રસ્તા ઉપર એક સફેદ કલરની સ્વિફ્ટ કારમાં કેમીકલ પાવડર સાથે રાખી વેચાણ કરવાના ઇરાદે ફરી રહી છે.
સદર બાતમીના આધારે મેહાલી સ્કુલની પાછળ રોડ ઉપર એક મારૂતિ સુઝુકી સ્વીફટ ગાડી નં-GJ-16-CS-4838 મળી આવેલ હતી. જે ગાડીમાં ચાર ઇસમો તથા આશરે ત્રણ કિલો જેટલો કાળા કલરનો પાવડર મળી આવેલ, જે પાવડર બાબતે સદર ઇસમો પાસે પાવડરના આધાર પુરાવા કે બિલ રજુ કરવા જણાવતાં કોઈ બિલ કે આધાર પુરાવા રજુ કરેલ ન હતા. અને ત્યારબાદ હાજર ઇસમોમાંથી સતીષ વસાવા તથા વિશાલ વાસાવા નાઓએ જણાવેલ કે આજથી આશરે દોઢેક મહિના પહેલા વાગરા તાલુકાના વિલાયત જી.આઇ.ડી.સી.માં આવેલ જ્યુબીલન્ટ કંપનીમાંથી અમો બંન્ને તથા સમીર રાઠોડ તથા અજય દાંડા નાઓએ સાથે મળી કેટાલીસ્ટ પાવડર ની ચોરી કરેલ, જે પૈકી આ ત્રણ કિલો પાવડર અમો વેચવા માટે નીકળેલા અને બીજો આશરે ચારેક કિલો જેટલો કેમિકલ પાવડર અમોએ અંકલેશ્વર ખાતે વેચાણ આપેલ હોવાની કબુલાત કરી હતી. જેથી અંકલેશ્વર ખાતેથી વેચાણ આપેલ મુદામાલ સાથે અન્ય ત્રણ ઇસમોને પકડી પાડી આમ બન્ને જગ્યા ઉપર સદર ઇસમોના કબ્જામાંથી મેળવેલ કેમિકલ પાવડર તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિં.રૂ.૧૧,૮૪,૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ હતો. અને B.N.S.S ની અલગ-અલગ કલમો હેઠળ ગુનો નોંધી મૂદામાલ તથા આરોપીઓને વાગરા પોલીસને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
અહેવાલ :- નિતિન માને (ભરૂચ )