“વિકાસ સપ્તાહ”ની ઉજવણી અન્વયે વિવિધ કાર્યક્રમોના સુચારૂં આયોજન માટે જૂનાગઢ જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને બેઠક મળી.

જૂનાગઢ

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના ૧૪મા મુખ્યમંત્રી તરીકે ૭ ઓક્ટોબર, ૨૦૦૧ના દિવસે પ્રથમ વખત શપથ લીધા હતા. ત્યારે ૨૦૦૧થી ૨૦૨૪ સુધીની તેમની ૨૩ વર્ષની સર્વગ્રાહી યાત્રાની ગાથાને લોકો સુધી લઈ જવા માટે ૦૭ થી ૧૫ ઓક્ટોબર સુધી રાજ્યમાં “વિકાસ સપ્તાહ”ની ઉજવણી કરવામાં આવી રહી છે.

“વિકાસ સપ્તાહ”ની ઉજવણીનો પ્રારંભે જિલ્લા કલેક્ટરશ્રી અનિલકુમાર રાણાવસિયાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન સપ્તાહમાં યોજાનારી વિવિધ પ્રવૃત્તિઓમાં વહીવટી તંત્ર સાથે નાગરિકો પણ સહભાગી બને અને ઉજવણીને સાર્થક બનાવે તે માટેના પ્રયાસો કરવા ઉપસ્થિત સૌ અધિકારીશ્રીઓને જરૂરી સૂચનો કર્યા હતા.
આ સપ્તાહની ઉજવણી દરમિયાન વિકાસ પદયાત્રા, સાંસ્કૃતિક કાર્યક્રમો, વિકાસ પ્રદર્શન, સોશિયલ મીડિયા-ડિજીટલ મીડિયા ઝૂંબેશ, સફળતાની ગાથા, યુવા વર્ગની સહભાગીતા, કલાસ્થાપત્ય, વિકાસ રથ, મહત્વના સ્થળોનું સુશોભન, ભીંત ચિત્રો માટે સ્પર્ધા, શાળા-કોલેજોમાં વિવિધ સ્પર્ધાઓ- પ્રવચનો વગેરે બાબતો અંગે બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

બેઠકના અંતે સૌ અધિકારીશ્રીઓએ દેશ માટે સમર્પિત ભાવના સામુહિક ભારત વિકાસના શપથ લીધા હતા. અને પ્રતિક્ષાનું વાચન કર્યું હતું. વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત ભારત વિકાસ પ્રતિજ્ઞા ઓનલાઈન લઈ શકાય તે હેતુથી https://pledge.mygov.in/bharat-vikas/ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. તેનો લાભ જિલ્લાના નાગરિકો લઈ શકશે અને પ્રતિજ્ઞા લીધા અંગેનું સર્ટિફિકેટ પણ પોતાનાન નામ વાળું મેળવી શકશે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી નિતીન સાંગવાન, મ્યુનિ. કમિશનરશ્રી ડો. ઓમ પ્રકાશ, નિવાસી અધિક કલેક્ટરશ્રી એન.એફ ચૌધરી સહિત સંલગ્ન વિભાગોના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)