વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ દ્વારા સંસ્કૃતિ બોધ અભિયાન અંતર્ગત સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષાનું આયોજન.

જુનાગઢ

વિદ્યાભારતી, ગુજરાત પ્રદેશના પદાધિકારી અને દરેક વિભાગના અધ્યક્ષ અને મંત્રીઓની તાજેતરમાં એક બેઠક યોજાઇ હતી.બેઠકમા લેવાયેલ નિર્ણય મુજબ ૩૧ ઓગસ્ટ સુધી ગુજરાત પ્રદેશમા સંસ્કૃતિ બોધ અભિયાન હાથ ધરવામા આવ્યુ છે, આ અભિયાનમાં વિદ્યાભારતી ના પૂર્વ છાત્ર, ટ્રસ્ટીઓ, વાલીઓ અન્ય વિદ્યાલયના શિક્ષક મિત્રો અને પ્રબુદ્ધ નાગરિકોને સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષામાં વધુને વધુ સંખ્યા માં જોડવામાં આવી રહ્યા છે. ભારતીય સનાતન વૈદિક સંસ્કૃતિની ધરોહરથી ભાવિ પેઢીને સૂપરિચિત થવા, તેમના વાહક થવા મોટી સંખ્યામાં નાગરિકોને સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષામાં જોડવામાં આવશે. આ પરીક્ષામાં જોડાનારને ભારતીય સંસ્કૃતિ જ્ઞાનની જાણકારીનું પુસ્તક ફાળવવામાં આવશે. જેમાં પુસ્તક આધારિત પરીક્ષા ૧૪ મી ડિસેમ્બર ૨૦૨૪ના રોજ લેવાના છે. પરીક્ષામાં બેસનારને પરીક્ષામાં જોડાવાનું પ્રશસ્તી પત્ર આપવામાં આવશે.

સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષામાં જોડાઈ સંસ્કૃતિના વાહક બનવા જુનાગઢ શહેરની વિદ્યા ભારતી વિદ્યાલયનો સંપર્ક કરી પરીક્ષામાં જોડાનાર વ્યક્તિએ નોંધણી કરાવવી જરૂરી છે. અભિયાનને વધુમાં વધુ વ્યાપક બનાવવા માટે વિદ્યા ભારતીના અધ્યક્ષ ડો.નીતિનભાઈ પેથાણી, પ્રાંત મહામંત્રી વિષ્ણુભાઈ પટેલ, પ્રાંત ઉપાધ્યક્ષ ડો. કેશૂભાઈ મોરસાણીયા, અપૂર્વભાઈ મણિયાર, ભરતભાઈ મોદી, નેહલબેન ભટ્ટ, સંગઠન મંત્રી મહેશજી પતંગે,સંયોજક જયંતીભાઈ પડસુંબીયા, પ્રીતિબેન વ્યાસ, નિલેશભાઈ કાચા, સક્રિયતાથી કાર્ય કરી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં અભિયાન સફળ બનાવવા વિઠલભાઈ વાછાણી યોગદાન આપો રહ્યા છે.તેમ વિદ્યાભારતી ગુજરાત પ્રદેશના પ્રાંત અધ્યક્ષ ડો.નીતિનભાઈ પેથાણીની યાદીમાં જણાવાયું છે

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)