વિશ્વ મચ્છર દિવસ – ૨૦ ઓગસ્ટ.

વિશ્વભરમાં જાનલેણ રોગો ફેલાવનાર નાનકડા મચ્છર સામે જાગૃતિ લાવવા દર વર્ષે ૨૦ ઓગસ્ટે વિશ્વ મચ્છર દિવસ તરીકે મનાવવામાં આવે છે. જીવવિજ્ઞાનીઓના જણાવ્યા મુજબ દુનિયામાં મચ્છરોની આશરે ૩,૫૦૦ જેટલી પ્રજાતિઓ જોવા મળે છે, જેમાંથી ઘણી માનવજીવન માટે જોખમી છે.

👉 એક જ મચ્છરનો ડંખ મનુષ્યને જીવલેણ સાબિત થઈ શકે છે.
મલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, જાપાનીઝ ઇન્સેફેલાઇટિસ, ફાઇલેરિયા અને પીળિયો તાવ જેવા રોગો મચ્છરનાં કરડવાથી ફેલાય છે. વિશ્વ આરોગ્ય સંગઠનના આંકડા મુજબ દર વર્ષે લાખો લોકો આ રોગોથી સંક્રમિત થાય છે, જ્યારે હજારો લોકોનાં મોત થાય છે.

સરકાર દ્વારા વર્ષ ૨૦૩૦ સુધી દેશને મેલેરિયા મુક્ત બનાવવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે.

🌧️ ચોમાસાના દિવસોમાં પાણી ભરાઈ રહેતા સ્થળો મચ્છરો માટે પ્રજનન કેન્દ્ર બની જાય છે. આવા સમયે મચ્છરોની સંખ્યા ઝડપી વધી જતી હોવાથી મલેરિયા અને ડેન્ગ્યુ જેવા રોગો ઝડપથી ફેલાતા હોય છે.

🦟 મચ્છરથી થતી મુખ્ય બીમારીઓ

  1. મેલેરિયા – માદા એનોફિલિસ મચ્છરથી

  2. ડેન્ગ્યુ – એડિસ મચ્છરથી

  3. ચિકનગુનિયા – એડિસ મચ્છરથી

  4. ફાઇલેરિયા – એડિસ અને ક્યુલેક્સ મચ્છરથી

  5. પીળિયો તાવ – એડિસ મચ્છરથી

  6. જાપાનીઝ ઇન્સેફેલાઇટિસ – ક્યુલેક્સ મચ્છરથી

🔎 ઇતિહાસ પર નજર કરીએ તો, વર્ષ ૧૮૯૭માં વૈજ્ઞાનિક સર રોનાલ્ડ રોસે પ્રથમ વખત મચ્છર દ્વારા મલેરિયા ફેલાતું હોવાનું સાબિત કર્યું હતું. તેમના યોગદાનની યાદમાં દર વર્ષે આ દિવસ ઉજવવામાં આવે છે.

⚠️ જાગૃતિ સંદેશ :

  • ઘર આસપાસ પાણી ભરાઈ ન રહે તેની તકેદારી રાખવી.

  • ગંદકી ન ફેલાવવી.

  • મચ્છરદાની અને રિપેલન્ટનો ઉપયોગ કરવો.

  • બાળકો અને વડીલોને ખાસ સાવચેત રાખવા.

➡️ એક નાનું પગલું પણ પરિવાર અને સમાજને મચ્છરજન્ય રોગોથી બચાવી શકે છે.
#મચ્છરમુક્તભારત


📝 અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જુનાગઢ