વિશ્વ યોગ દિવસે સુરતીઓ યોગમય બન્યો કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સીઆર પાટીલે ઐતિહાસિક કિલ્લામાં યોગ કર્યા

સુરત

સુરત પાલિકા અને સરકારી તંત્ર દ્વારા શહેરમાં અનેક જગ્યાએ યોગના કાર્યક્રમ યોજાયા હતા જેમાં મોટી સંખ્યામાં સુરતીઓ ભાગ લીધો હતો. સુરત પાલિકાના મુખ્ય કાર્યક્રમ ઐતિહાસિક કિલ્લામાં થયો જ્યારે પાલિકાની તમામ સ્કૂલ અને વિવિધ પ્રિમાઈસીસમાં પણ યોગના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

સુરત પાલિકાના મુખ્ય કાર્યક્રમ કેન્દ્ર સરકારના કેબિનેટ મંત્રી સી.આર.પાટીલની હાજરીમાં ચોક બજારના ઐતિહાસિક કિલ્લા ખાતે યોજાયો હતો. આ વર્ષે વિશ્વ યોગ દિવસની ઉજવણી સ્વંય અને સમાજ માટે યોગની થીમ પર યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં સુરતીઓ જોડાયા હતા. આ ઉપરાંત સુરત પાલિકાના વિવિધ પ્રકલ્પો અને પ્રિમાઈસીસમાં પણ યોગના કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યુ હતુ જેમાં સ્થાનિક કોર્પોરેટર, અધિકારીઓ અને લોકો જોડાયા હતા

અહેવાલ:- અશ્વિન પાંડે (સુરત)