વેરાવળના પોષ્ટે વિસ્તારમાં એલ.સી.બી.ની કાર્યવાહી: કરોડોની કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો, મુખ્ય આરોપી રવિ ભેંસલા પકડી પડાયો.

ગીર સોમનાથ જિલ્લામાં પ્રવર્તતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નાબૂદ કરવા અને કાયદો વ્યવસ્થાની સ્થિતિને દુરસ્ત રાખવા જુનાગઢ રેન્જના આઈ.જી.પી. શ્રી નિલેશ જાજડીયા તથા જિલ્લા પોલીસ વડા શ્રી મનોહરસિંહ જાડેજાના સૂચન પરથી એલ.સી.બી.એ મોટી કાર્યવાહી હાથ ધરી છે.

પો.ઇન્સ્પેકટર એમ.વી. પટેલના માર્ગદર્શન હેઠળ પો.સબ ઇન્સ્પેક્ટર એ.સી. સિંધવ તથા ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને મળેલી ચોક્કસ બાતમીના આધારે વેરાવળ પોસ્ટે વિસ્તારના ખારવાવાડ, પીળી શેરી ખાતે આવેલી રવિ ભેંસલાના મકાનમાં દરોડા પાડવામાં આવ્યા હતા.

દરોડા દરમિયાન સ્થળ પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂની મોટી ખેપ ઝડપાઈ હતી. મુદામાલમાં કુલ **રૃ. 9,02,720/-**ની કિંમતના વિવિધ બ્રાન્ડની દારૂની 2771 બોટલ, 187 બ્રિજર બોટલ તથા 576 બીયર ટીન સહિત એક મોબાઇલ ફોન મળી આવ્યો હતો.

પકડી પાડવામાં આવેલ મુખ્ય ઇસમ છે:

  • રવિ નાથાભાઈ ભેંસલા (ઉ.વ. ૩૫), રહે. ખારવાવાડ, વેરાવળ

જેમના નામ ખુલ્યા છે પણ પકડવાના બાકી છે:

  • રવિ રબારી (રહે. ડારી, વેરાવળ)

  • મુસ્તાક ઉર્ફે બાઠુ નુરમહમદ ચૌહાણ (રહે. તુરક ચોરા, વેરાવળ)

આ કાર્યવાહી દરમિયાન કામગીરી કરનાર અધિકારીઓ અને સ્ટાફ:

  • પો.ઇન્સ્પેકટર એમ.વી. પટેલ

  • પો.સબ ઇન્સ્પેક્ટર એ.સી. સિંધવ

  • એ.એસ.આઈ. ગોવિંદભાઈ વંશ

  • પો.હેડ કોન્સ્ટેબલ નટુભા બસિયા

  • પ્રવીણભાઈ બાંભણિયા

  • મિશિંગ પર્સન સ્કોડના પો.હેડ કોન્સ નરેન્દ્રભાઈ પટાટ

  • ડ્રાઈવર એ.એસ.આઈ. નીલેશગીરી

આ પગલાંએ વેરાવળમાં પ્રવર્તતા ગેરકાયદેસર દારૂ ધંધાકીય માફિયાઓમાં ખળભળાટ મચાવ્યો છે. પોલીસે ફરાર આરોપીઓની શોધખોળ પણ ઝડપી ધોરણે શરૂ કરી છે.

અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ-સોમનાથ