વેરાવળમાં નવી ચોપાટી ખાતે એલ.ઈ.ડી હાઈમસ્ટ ટાવરનું લોકાર્પણ કરતા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા!!

જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાના પ્રેરક માર્ગદર્શનમાં વહીવટી તંત્ર દ્વારા વેરાવળ શહેરની ચોપાટી ખાતે પેવરબ્લોક સહિતના વિકાસકાર્યો હાથ ધરવામાં આવ્યાં છે. જે ઉપક્રમમાં આજરોજ જિલ્લા આયોજનની ગ્રાન્ટમાંથી રૂ.૨૨.૨૮ લાખના ખર્ચે ચાર એલ.ઇ.ડી. હાઈમસ્ટ ટાવરનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.
જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને તથા ભાવનગર કમિશનર બી.એમ. સોલંકીની પ્રેરક ઉપસ્થિતિમાં વેરાવળ શહેરમાં નવી ચોપાટી ખાતે જિલ્લા આયોજનની ગ્રાન્ટમાંથી રૂ.૨૨.૨૮ લાખના ખર્ચે ચાર એલ.ઈ.ડી હાઈમસ્ટ ટાવરના લોકાર્પણનું કાર્ય સંપન્ન કરવામાં આવ્યું હતું.
આ લોકાર્પણ કાર્યક્રમમાં વેરાવળ-પાટણ નગરપાલિકા પ્રમુખ પલ્લવીબહેન જાની, ચીફ ઓફિસર પરમાર, અગ્રણી મહેન્દ્રભાઈ પીઠિયા, કપિલભાઈ મહેતા તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.

અહેવાલ : પ્રકાશ કારાણી વેરાવળ.