વેરાવળ માં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો જેમાં જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા તથા જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠિયા ઉપસ્થિત રહ્યા.

સોમનાથ

સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ ગુજરાત, ગીર સોમનાથ અને વેરાવળ નગર તેમજ મહિલા કોલેજ વેરાવળ સામુદાયિક સેવાધારા , એન એસ એસ , પર્યાવરણ વિભાગ દ્વારા આયોજિત “એક પેડ માં કે નામ” અંતર્ગત જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા સાહેબના અધ્યક્ષ સ્થાને અને જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠિયા, ઝોન સંયોજક બ્રિજરાજસિંહ ગોહિલ, જિલ્લા સંયોજક હિતેશ ઓઝા, જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ પ્રો (ડૉ) જીવાભાઈ વાળાના મુખ્ય મેહમાનપદે કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શબ્દોથી સ્વાગત પ્રી બંધિયા સાહેબે કરેલું અને આભાર વિધિ પ્રો મીનાબેન રાવલે કરેલ.

આ કાર્યક્રમમાં કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા અને જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠીયાએ વૃક્ષ્રોપણનું મહત્વ પર વ્યાખ્યાન આપેલું અને “એક પેડ માં કે નામ” રોપી તેનો સારી રીતે ઉછેર કરવો જોઈએ તે બાબત પર વિશેષ ભાર આપવામાં આવેલો. સમગ્ર કાર્યક્રમ સંવાદોથી ભરપૂર રહેલો. વિદ્યાર્થીની બેહનો અને પ્રો (ડૉ)જીવાભાઈ વાળાએ કલેક્ટર સાહેબને પ્રશ્નો પૂછ્યા હતા જેના અસરકારક જવાબો કલેક્ટર સાહેબે આપેલા હતા. આઇએએસ બનવા માટેનો સંઘર્ષ, પડકારો સાથે ગીર સોમનાથ જિલ્લામાં ચાલી રહેલ અનધિકૃત દબાણો જેવાકે ગૌચર , રસ્તાઓનો ઉકેલ કેવી રીતે લાવવો વિગેરે જેવા પ્રશ્નો પૂછીને કાર્યક્રમને જીવંત બનાવી દીધો હતો.

કાર્યક્રમમાં વિદ્યાર્થિનીઓ ધ્વારા સંચાલન, કુમકુમ તિલક, ફૂલો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું . કાર્યક્રમને સફળ બનાવવા ઝોન સંયોજક બ્રિજરાજસિંહ , જિલ્લા સંયોજક હિતેશ ઓઝા, નગર સંયોજક મિહિર કોડિયાતર, શિવ કોરિયા , કૌશલ વાઘેલા, હરેશ સોલંકી , રમેશ વાઢેર, પારસ પરમાર તથા મહિલા કોલેજના પ્રો પુષ્પાબેન વાઢેર, પ્રો સંજય ભૂત, વ્યવસ્થાપક રામભાઈ , સમગ્ર શૈક્ષણિક તથા બિન શૈક્ષણિક સ્ટાફ પણ જોડ્યો હતો.

અહેવાલ :- દિપક જોશી (પ્રાચી ગીર સોમનાથ)