🌳🏞️ “કેશોદ આંબાવાડી ખાતે નવનિર્મિત દિન દયાળ ઉપાધ્યાય ઉધાન આજરોજ કેશોદ ધારાસભ્ય દેવા માલમ ના વરદ હસ્તે ખુલ્લું મુકાયું” 🏞️🌳
🌟 કેશોદ, જ્યાં વર્ષો પૂર્વે બનેલ દિન દયાળ ઉપાધ્યાય પબ્લિક ગાર્ડનને ફરી સરકારની સ્વર્ણિમ જયંતિ મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત, 2017/18ની ગ્રાન્ટમાંથી ₹334.50 લાખ જેવી વિશાળ રકમના ખર્ચે રીનોવેશન કરવામાં આવ્યું છે.
🏢 નગરપાલિકા પ્રમુખ મેહુલ ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ તમામ કામગીરી પૂર્ણ થઈ છે.
🙋♂️ આજે, કેશોદ 88 મત વિસ્તારના ધારાસભ્ય દેવા માલમના વરદહસ્તે, આ દિન દયાળ પબ્લિક ગાર્ડન ખુલ્લું કરવામાં આવ્યું છે.
🌸 આ સુંદર ગાર્ડનમાં રંગબેરંગી ફૂલઝાડ, લાઇટિંગ સિસ્ટમ, લાઇટિંગ ફુવારા, તેમજ જંગલી પ્રાણીઓ જેમ કે હાથી, વાઘ, સિંહ, ગેંડા, હરણ સહિત, આઉટડોર જિમ, સ્કેટિંગ, કેંટીન અને CCTV કેમેરા જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે.
🌅 આ ગાર્ડન હવે સમગ્ર પબ્લિક માટે આજથી ખુલ્લું રહેશે, અને ઉનાળા દરમિયાન સવારથી રાત્રિના બાર સુધી ખુલ્લું રહેશે.
📜 અહેવાલ : રાવલિયા મધુ, (કેશોદ)