શ્રાવણ શુક્લ બીજ પર સોમનાથ મહાદેવને કેસરીયા પુષ્પ શ્રૃંગાર કરાયો.

સોમનાથ

સોમનાથ મહાદેવને શ્રાવણ માસના બીજા દિવસે શુક્લ દ્વિતીયા ની તિથિ પર કેસરી પુષ્પ શણગાર કરવામાં આવ્યો હતો. પૂજારીશ્રીઓ દ્વારા 165 કિલો કેસરીયા પુષ્પોથી શૃંગાર કરવામાં આવ્યો હતો. સોમનાથ મહાદેવને કેસરી પુષ્પથી શ્રૃંગાર કરવા ધાર્મિક રીતે પરમ પવિત્ર અને પુણ્યદાયી માનવામાં આવે છે. કેસરી પુષ્પ ભગવાન શિવને પ્રિય છે અને મહાદેવને કેસરીયા ફૂલ ચઢાવવાથી ભક્તોને ધન, સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. કેસરી પુષ્પનો રંગ ભગવાન શિવના તપને દર્શાવે છે. સાથે કેસરી પુષ્પમાં ઔષધીય ગુણો પણ હોય છે. સોમનાથ મહાદેવનો કેસરીયા પુષ્પ શણગાર વિશેષ પ્રસંગો પર કરવામાં આવે છે.

કેસરિયો રંગ આધ્યાત્મિક દ્રષ્ટિએ શુદ્ધિ અને નિર્મળતાનું પ્રતીક છે. ત્યારે સોમનાથ મહાદેવ ના કેસરીયા શૃંગાર ના દર્શન કરીને ભક્તો ધન્ય બન્યા હતા.

અહેવાલ:- દિપક જોશી (ગીર સોમનાથ)