શ્રી ઉમા મહિલા મંડળ દ્વારા સર્વ જ્ઞાતિય મહિલા રમતોત્સવનું આયોજન.

જૂનાગઢ તા.૮/૧૨. શ્રી ઉમા મહિલા મંડળ દ્વારા સર્વ જ્ઞાતિય મહિલા રમતોત્સવનું તા. 5/1/2025 ને રવિવાર ના રોજ આયોજન કરવામાં આવેલ છે જેમાં 25 વર્ષ થી મોટી ઉમરના કોઈપણ બહેનો ભાગ લઈ શકે છે. આ રમતોત્સવ માં અલગ અલગ 6 રમતો રાખેલ છે (લીંબુ ચમચી, કોથળા દોડ, દોરડા કુદ, ટાયર દોડ, વિઘ્ન દોડ, 100મી. દોડ) તો જુનાગઢ માં વસતા દરેક બહેનો આમા ભાગ લેવા માટે નીચે આપેલ એડ્રેસ પર 50 રૂપિયા ફોર્મ સાથે ભરીને નામ નોંધાવી શકે છે.

જુદી જુદી ત્રણ જગ્યાએ થી ફોર્મ ભરી શકાશે.ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 1/1/2025 છે.1) જનકપુરી શોપિંગ સેન્ટર 220 બીજો માળ, શ્રી ઉમા મહિલા મંડળ ની ઓફીસ સાંજે 4 થી 62) જનકપુરી શોપિંગ સેન્ટર ufo ઓફીસ સવારે 9 થી 123) યુનિક હોસ્પિટલ ની સામે ઝાંઝરડા ચોકડી બેબીલેન્ડ સ્કૂલ સવારે 8 થી 5 વધુ માહિતી માટે કોન્ટેક્ટ નંબર 9427849686 ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)