શ્રી પરશુરામ ફાઉન્ડેશન (મહિલા પાંખ), જૂનાગઢ આયોજિત સમર કેમ્પ 2025

જૂનાગઢ: શ્રી પરશુરામ ફાઉન્ડેશન (મહિલા પાંખ), જૂનાગઢ દ્વારા 7 થી 12 વર્ષના બાળકો માટે સમર કેમ્પ 2025નું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં વિદ્યાર્થીઓ માટે વિવિધ ક્રિએટિવ એક્ટિવિટીઓનું આયોજન કરવામાં આવશે, જેમ કે યોગ, ડાન્સ, ડ્રોઈંગ અને અન્ય મનોરંજનાત્મક પ્રવૃત્તિઓ.

આ કેમ્પનો ઉદ્દેશ એ છે કે, વેકેશન દરમિયાન બાળકોને મજા મજા સાથે કશુંક શીખવાનો અવસર મળી શકે અને તેઓ મોબાઈલથી દૂર રહીને વિકાસકારક પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકે. દરેક દિવસના અંતે સંસ્થાની તરફથી નાસ્તો પણ આપવામાં આવશે. સાથે જ, એક દિવસના પિકનિકનું પણ આયોજન કરવામાં આવશે.

ફોર્મ મેળવવા માટેનો સંપર્ક:

  • સ્થળ: ક્રિષ્ના કાર્ડ, વણઝારી ચોક, દર્ગા પાસે, જૂનાગઢ
  • સમ્પર્ક: નોંધણી માટે “વહેલા તે પહેલા” ના ધોરણે એડમિશન આપવામાં આવશે.

આવતીકાલથી રજીસ્ટ્રેશન શરૂ થશે, અને આવતી તારીખોમાં વિલંબ ન થાય, તો પ્રવૃત્તિઓમાં લાભ લેવું વધુ સારો રહેશે.

અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જુનાગઢ