કેશોદ ખાતે શરદચોક મા આવેલ પ્રાચીન મંદિર તરીકે ઓળખાતા શ્રી વાઘેશ્વરી માતાજીના મંદિરે છેલ્લા 17 વર્ષથી શાકંભરી નવરાત્રી મહોત્સવ ઉજવાય છે તેમાં માતાજીને શાકભાજીના વિવિધ શૃંગાર કરવામાં આવે છે આ નવરાત્ર પોષ સુદ આઠમ થી પોષ સુદ પૂનમ સુધી હોય છે અને આ નવરાત્રી માત્ર એકલું શાકભાજી ખાય ને રહેવાની હોય છે આ નવરાત્ર દરમિયાન શ્રી વાઘેશ્વરી માતાજીના મંદિરે સ્ત્રી નિકેતન મહિલા મંડળ દ્વારા આઠ દિવસ માતાજીના સાનિધ્યમાં યોગ શિબિર તથા રાસ ગરબા નું આયોજન કરેલ છે તેમનો લાભ કેશોદની ધર્મ પ્રેમી જનતા લે છે આ પ્રાચીન મંદિર તરીકે ઓળખાતું વાઘેશ્વરી માતાજીનું મંદિર હજારો માઈ ભક્તોનું આસ્થાનો કેન્દ્ર છે કે જેના એકમાત્ર દર્શનથી તમામ મનની મનોકામના પૂર્ણ થાય અને ખૂબ જ બહોળી સંખ્યામાં માઈ ભક્તો દર્શનાર્થે આવે છે પૂજારી ઉમંગ મહેતા દ્વારા ભારી જહેમત ઉઠાવી રંગેચંગે ઉજવણી કરવામાં આવે છે
અહેવાલ : રાવલિયા મધુ (કેશોદ)