સચિન અને સચિન જીઆઇડીસીમાં 6 અલગ અલગ મોબાઈલ ચોરી અને સ્નેચિંગના કેસમાં બે આરોપીઓ ઝડપાયા

સુરત :

સુરત શહેરના છેવાડે આવેલા સચિન વિસ્તારમાં બે મોબાઈલ ચોરીના કેસ અને ઔધોગિક છેત્ર સચિન જીઆઇડીસીમાં 4 મોબાઈલ ચોરી અને એક મોબાઈલ સ્નેચિંગ કેસમાં નાસ્તા ફરતા બે આરોપીઓને સચિન જીઆઇડીસી પોલીસની સર્વલન્સ સ્ટાફએ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. સચિન જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાથી મળતી માહિતી પ્રમાણે સુરત શહેરના સચિન અને સચિન જીઆઇડીસી વિસ્તારમાં મોબાઈલ ચોરીની કુલ 7 ફરિયાદ નોંધાઈ હતી હતી જેમાં સચિન પોલીસ સ્ટેશનમાં 3 અને સચિન જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં 4 ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે બંને પોલીસ સ્ટેશનની બંને મોબાઈલ છોરોની શોધખોર કરી રહી હતી દરમ્યાન સચિન જીઆઇડીસી પોલીસ સ્ટેશનના સર્વલન્સ સ્ટાફને અંગત માહિતી મળતા મોબાઈલ ચોરીના 7 કેસમાં ફરાર આરોપીઓ 21 વર્ષીય સાહીલ મુખ્તાર અન્સારી અને 24 વર્ષીય રાહુલ ઉર્ફે બંટી પ્રફુલભાઈ મકવાણાની ધરપકડ કરી હતી બંને આરોપીઓ પાસેથી એક બાઈક અને 7 મોબાઈલ ફોન કબ્જે કરી 7 ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો.

અહેવાલ:- અશ્વિન પાંડે ( સુરત)