સતી આઈ માતાજી પાટઉત્સવની ધામધૂમથી ઉજવણી, ગામમાં ભક્તિભાવનું માહોલ

માળીયા હાટી: સતી આઈ માતાજીનો વાર્ષિક પાટઉત્સવ આજે ધામધૂમથી અને ઉમંગભેર ઉજવાયો. છેલ્લા 35 વર્ષથી સતત યોજાતો આ પવિત્ર પાટઉત્સવ માતાજી પરશ્રદ્ધા અને પરંપરાને જીવન્ત રાખતો રહ્યો છે.

આ પ્રસંગે ગામના સર્વજ્ઞ લોકોના સહકાર અને ઉમંગ સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. ખાસ કરીને ગોરણી ઉત્સવમાં અંદાજિત 800 જેટલાં બાળાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ભક્તિભાવથી કાર્યક્રમને ચમકાવ્યો હતો.

મોમાઈ ચોક યુવક મંડળના જહેમતભર્યા આયોજન અને સુંદર વ્યવસ્થાથી સમગ્ર પાટઉત્સવ શ્રેષ્ઠ રીતે સફળ રહ્યો હતો. માતાજીની મહા આરતી સહિતના વિવિધ ધાર્મિક આયોજનોમાં ભક્તોનો વિશાળ ઉત્સાહ જોવા મળ્યો હતો.

આ પાટઉત્સવ સમગ્ર ગામ માટે યાદગાર બની રહ્યો છે, જ્યાં ભક્તિભાવ સાથે સમાજને એક નવી સાથે જોડતો સંદેશ મળ્યો હતો.

અહેવાલ : પ્રતાપ સીસોદીયા, માળીયા હાટી