સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ જુનાગઢ દ્વારા જુનાગઢની પ્રાચીન ગરબીઓની 2000 જેટલી નાની નાની બાળાઓને જમાડવાનું ભવ્ય આયોજન.

જૂનાગઢ

સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ, જુનાગઢ દ્વારા તારીખ ૬/૧૦/૨૪ ને રવિવારના રોજ સવારના 10.30 થી 2.00 વાગ્યા સુધી જુનાગઢની પ્રાચીન ગરબીઓની 2000 જેટલી નાની નાની બાળાઓને મયારામ આશ્રમ, ગિરનાર રોડ,જૂનાગઢ ખાતે જમાડવાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.

સાથે દરેક દીકરીઓને લાણી(ભેટ)માં દાતાઓના સહયોગથી જમણવાર સાથે કટલેરી ની કીટ પણ આપવામાં આવશે જેની પૂર્વ તૈયારીઓ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ જૂનાગઢ