સમસ્ત બ્રહ્મ સમાજ જુનાગઢ મહાનગર સિનિયર સિટીજન મંડળ દ્વારા ભવનાથ મહાદેવ ને ધજા ચડાવવાનો કાર્યક્રમ યોજાયો.

જૂનાગઢ

આજરોજ સવારના ૮.૩૦ કલાકે સમસ્ત બ્રહ્મ સમાજ જુનાગઢ મહાનગર સિનિયર સિટીજન મંડળ ના શ્રી હસુભાઈ જોશી તથા મહેશભાઈ જોશી અને શૈલેષભાઈ પંડ્યા દ્વારા વામન જયંતીના દિવસે બહોળી સંખ્યામાં ઉપસ્થિત સમસ્ત બ્રહ્મસમાજના ભાઈઓ તથા બહેનોની હાજરીમાં ગિરનાર તળેટીમાં આવેલ સુપ્રસિદ્ધ ભવનાથ મહાદેવ મંદિરે ભવનાથ મહાદેવની તથા ધજાજી ની શાસ્ત્રોક્ત પૂજા અર્ચના પછી ભવનાથ મહાદેવ ખાતે હર હર મહાદેવના નાદ સાથે મંદિર ઉપર ધજા ચડાવવામાં આવી હતી ત્યારબાદ ૫૧ કિલો લાડુ નો મહાપ્રસાદ મહાદેવ ને ધરવામા આવ્યા પછી આદિગુરૂ શંકરાચાર્ય મહા સંસ્થાન, સુમેરૂ મઠ, કાશી ના જગતગુરુ શંકરાચાર્ય અન્નત શ્રી વિભુષિત સ્વામી નરેન્દ્રાનંદ સરસ્વતી મહારાજના પ્રવચન, આશીર્વાદ નો ઉપસ્થિત બ્રહ્મ સમાજના વડીલો ને લાભ મળવાથી સર્વે એ હર્ષ ની લાગણી સાથે ધન્યતા અનુભવી હતી, આ તકે હાજર રહેલ સર્વે સમસ્ત બ્રહ્મસમાજના સિનિયર સિટીઝન મંડળના સભ્યોએ સમુહમાં મહાપ્રસાદ લઈ ધન્યતા ની લાગણી અનુભવી હતી.

આ તકે બહું જ છણાવટ થી સનાતન સંસ્કૃતિ અંગે ની સમજ આપતાં જગતગુરુ શંકરાચાર્ય અન્નત શ્રી વિભુષિત સ્વામી નરેન્દ્રાનંદ સરસ્વતી મહારાજ એ જણાવ્યું હતું કે આજના સમયમાં એકતા ખૂબ જરૂરી છે તથા માતા એ સંતાનોને સુસંસ્કાર આપવાની જરૂરીયાત ઉપર ભાર મૂક્યો હતો.

આ કાર્યક્રમમાં બ્રહ્મ અગ્રણી શ્રી હસુભાઈ જોશી, મહેશભાઈ જોશી, શ્રી દિલીપભાઈ ટીટીયા, નરેન્દ્રભાઈ દવે,જયંતભાઈ જોષી, નવીનભાઈ ઉપાધ્યાય, શશીકાંતભાઈ બોરીચાગર, આરતીબેન જોષી, ચેતનાબેન પંડ્યા વગેરે ઉપસ્થિત રહ્યા હતા જ્યારે શ્રી કે.ડી.પંડયા એ કાર્યક્રમની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી તેમ શ્રી શૈલેષ પંડયા ની યાદી જણાવે છે.

અહેવાલ :-નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)