સમસ્ત લુહાર સમાજ યુવક મંડળ ટ્રસ્ટ જૂનાગઢ દ્વારા પ્રથમ સમૂહ લગ્નનું આયોજન.

જૂનાગઢ

સમસ્ત લુહાર યુવક મંડળ ટ્રસ્ટ, જૂનાગઢ દ્વારા આગામી તારીખ 14/ 07/2024 ને રવિવારના રોજ જયશ્રી રોડ પર આવેલ સરદાર પટેલ ભવન ખાતે પ્રથમ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે ,આ પ્રથમ સમૂહ લગ્નમાં 3 નવદંપતિઓ પ્રભુતા માં પગલાં ભરશે, આ પાવન પ્રસંગે દાતાશ્રીઓ, સંતો મહંતો, સમાજ શ્રેષ્ઠીઓ, આમંત્રિત મહેમાનો, તેમજ લુહાર સમાજના વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહેશે,

આ પાવન પ્રસંગે જૂનાગઢ શહેરના સમસ્ત લુહાર સમાજને ભોજનનું આમંત્રણ પાઠવાયું છે, તેમ સમસ્ત લુહાર યુવક મંડળ ટ્રસ્ટ જૂનાગઢ દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયુ છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)