સરકારના સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ભાવનગરમાં એક વર્કશોપ શોપ યોજવામાં આવ્યો .

ભાવનગર

શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગની સુચના મુજબ ‘સ્વચ્છ ભારત મિશન અર્બન’ અંતર્ગત “સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૪“ અને “નિર્મળ ગુજરાત ૨.૦” હેઠળ મહાનગરપાલિકાને શ્રેષ્ઠ પ્રદર્શન કરવા તેમજ ઉચ્ચત્તમ ક્રમાંક મેળવવા અર્થે જરૂરી માર્ગદર્શન મળી રહે તે હેતુથી આ કામગીરી સાથે સંકળાયેલ વિવિધ વિભાગોના અધિકારીઓ તથા કર્મચારીઓ માટે ‘સ્વચ્છ ભારત મિશન-અર્બન-ગુજરાત’ અને ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ‘’ઝીરો વેસ્ટ’’ થીમ આધારીત ‘કેપેસીટી બિલ્ડીંગ વર્કશોપ’ સવારે ૧૦.૦૦ થી સાંજે ૬.૦૦ ક્લાક સુધી શહેરના Efcee Sarovar Premiere ખાતે યોજવામાં આવેલ.

સ્વચ્છ ભારત મિશન અર્બન” અંતર્ગત ઝીરો વેસ્ટ થીમ આધારીત ‘સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૪’ અને ‘નિર્મળ ગુજરાત ૨.૦’ વર્કશોપ યોજવામાં આવ્યુ

જેમાં સ્વચ્છ ભારત મિશન, ભારત સરકાર ભાવનગર શહેર સ્વચ્છતાના બ્રાન્ડ એમ્બેસેડર ડો તેજસ દોશી દ્વારા લોક ભાગીદારી અને જન આંદોલન દ્વારા સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણ ઉપર સુંદર વક્તવ્ય આપવામાં આવેલ.
આ વર્કશોપમાં મેયર ભરત બારડ , ડેપ્યુટી મેયર ,કમિશનર એન.વી. ઉપાધ્યાય , શાસક પક્ષ નેતા કિશોરભાઈ ગુરૂમુખાની , દંડક ઉષાબેન બધેકા , આરોગ્ય કમિટિ ચેરમેન , સ્વચ્છતાના ભાવનગરના બ્રાન્ડ એમ્બેસેડર ડો. તેજસ દોશી તેમજ સંલગ્ન અધિકારીઓ તથા કર્મચારીઓ હાજર રહેલ.
આ વર્કશોપમાં ‘સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત’ દ્વારા નિયુકત થયેલ તજજ્ઞ ટીમ દ્વારા ‘સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૪’ અને ‘નિર્મળ ગુજરાત ૨.૦’ ના વિવિધ પેરામીટર્સની વિસ્તારપૂર્વક સમજણ આપવામાં આવેલ અને તેમાં ભાવનગર મહાનગરપાલિકા ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરે તે હેતુથી જરૂરી વાર્તાલાપ તથા ચર્ચા કરવામાં આવેલ.

આ કેપેસીટી બિલ્ડીંગ વર્કશોપ ‘’ઝીરો વેસ્ટ’’ થીમ આધારીત યોજવામાં આવેલ હોવાથી તેમાં કોઈપણ પ્રકારના પ્લાસ્ટિક, કાગળ કે ડિસ્પોઝેબલ સામગ્રીનો ઉપયોગ કરવામાં ન આવેલ અને ફક્ત ઈકો-ફ્રેન્ડલી સાધન-સામગ્રીનો જ તેમાં ઉપયોગ કરવામાં આવેલ.

એહવાલ:- સિદ્ધાર્થ ગોઘારી (ભાવનગર)