પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર તરફથી સરકારી કચેરીઓમા કામ કરતા અધિકારી/કર્મચારીઓને ટ્રાફીકના નિયમોનુ પાલન કરવા આજરોજ તા.૧૧/૦૨/૨૦૨૫ ના રોજ ખાસ ડ્રાઇવનુ આયોજન કરી દંડાત્મક કાર્યવાહી કરવા સુચના આપવામાં આવેલ હોય,
જે અનુસંધાને જુનાગઢ રેન્જ આઇ.જી.પી.શ્રી નિલેશ જાજડીયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ નાઓએ ઉપરોકત ડ્રાઇવ અંગે ગીર સોમનાથ જીલ્લામાં આવેલ તમામ વિવિધ સરકારી કચેરીઓ તથા પોલીસ સ્ટેશનના જવા આવવાના રોડ પર વાહન ચેકીંગ કરવા સુચના કરેલ હોય,
જેથી આજરોજ તા.૧૧/૦૨/૨૦૨૫ ના રોજ જીલ્લાના તમામ પોલીસ સ્ટેશનો દ્વારા ગીર સોમનાથ જીલ્લાની તમામ સરકારી કચેરીઓ તથા પો.સ્ટે.ના ગેઇટ પર વાહન ચેકીંગ દરમ્યાન કચેરીમા આવતા સરકારી અધિકારી કર્મચારીઓના વાહનોનું ચેકીંગ કરી હેલ્મેટ/સીટ બેલ્ટ/લાયસન્સ કાગળો વગર વાહન ચલાવતા ચાલકોને સ્થળ પર દંડ કરી કુલ-૯૧ સરકારી અધિકારી/કર્મચારી/વાહન ચાલકોને દંડાત્મક કાર્યવાહી કરી કુલ રૂપિયા ૪૫,૫૦૦/- નો દંડ વસુલ કરવામા આવેલ છે.
અહેવાલ પ્રકાશભાઈ કારાણી (વેરાવળ)