સરદારકૃષિનગર ખાતે કલેકટરની હાજરીમાં “સ્ટાર્ટઅપ-એફપીઓ મીટ” યોજાઈ

સરદારકૃષિનગર ખાતે કલેકટરની હાજરીમાં “સ્ટાર્ટઅપ-એફપીઓ મીટ” યોજાઈ

સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે નાબાર્ડ પુરસ્કૃત એસડીએયુ રૂરલ બિઝનેસ ઇન્કયૂબેશન સેન્ટર (SDAU RBIC) દ્વારા “સ્ટાર્ટઅપ-એફપીઓ મીટ” નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરૂણકુમાર બરનવાલ અને સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો. આર.એમ.ચૌહાણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

 

*પ્રોડક્ટસને એફપીઓ દ્વારા પ્રમોટ માટેના પ્રયાસો*

સ્ટાર્ટઅપ્સને એફપીઓ સાથે જોડવા અને તેઓની ઇનોવેટિવ પ્રોડક્ટસને એફપીઓ દ્વારા પ્રમોટ કરવા તથા માર્કેટિંગ કરી શકાય અને એફપીઓને પણ સારો બિઝનેસ મળી રહે તે ઉદેશ્ય સાથે આ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

*ઇન્કયૂબેશન સેન્ટરના પ્રયાસોની સરાહના*

આ સ્ટાર્ટઅપ મીટમાં અંદાજિત ૩૦ થી વધુ એફપીઓ અને ૧૧ જેટલા સ્ટાર્ટઅપ્સ અને ૧૦૦ થી વધુ લોકો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં મહાનુભાવોએ ભવિષ્યમાં પણ આ ઇન્કયૂબેશન સેન્ટર આવા સુંદર કાર્યક્રમોનું આયોજન કરે તે માટે શુભેછાઓ પાઠવી હતી.

 

અહેવાલ :- અયુબ પરમાર (બનાસકાંઠા)