સાબરકાંઠા જિલ્લામાં પોષણમાહની ઉજવણી અંતર્ગત પોશીના તાલુકા સેવા સદન ખાતે વિવિધ પ્રવૃતિઓ કરાઇ.

સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લામાં પોષણમાહની ઉજવણી અંતર્ગત પોશીના તાલુકા સેવા સદન ખાતે સાંસદશ્રી રમીલાબેન બારાની ઉપસ્થિતિમાં આઇસીડીએસ સ્ટાફ દ્વારા પોષણ માસને લગતી વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવી હતી.આ ઉજવણી દરમિયાન કિશોરી હેલ્થ ચેક અપ, વાનગી પ્રદર્શન,વાનગી હરીફાઈ, પૂર્ણ યોજના અંતર્ગત સ્વસ્થ કિશોરી સ્પર્ધા, સ્વસ્થ બાળક સ્પર્ધા તેમજ TLM ECCE પ્રદર્શન ગોઠવવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં જનપદ એનજીઓ દ્વારા વિવિધ સ્પર્ધાના વિજેતાઓને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમ દરમિયાન પોશીનાં તાલુકાના સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતી પ્રવૃત્તિઓનું સુંદર આયોજન કરવામાં આવ્યુ હતુ. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સૌ કોઇએ પોષણ માસ અંતર્ગત શપથ ગ્રહણ કર્યા હતા. આ સાથે જ એક પેડ માં કે નામ અંતગર્ત વૃક્ષારોપણ કર્યુ હતુ.

આ કાર્યક્રમાં જિલ્લા સદસ્યશ્રી, અધિક આરોગ્ય અધિકારીશ્રી ચારણ, સીડીપીઓશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી,તાલુકા આરોગ્ય અધિકારીશ્રી,તાલુકા શિક્ષણ અધિકારીશ્રી,જનપથ એનજીઓના સંચાલકશ્રી, સેવા સંસ્થાના સભ્યોશ્રી, આઇસીડીએસ ઘટક સ્ટાફ પોશીના તેમજ મેડિકલ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

અહેવાલ:- ચંદ્રકાંત પ્રજાપતિ (સાબરકાંઠા)