સાયણની ડી.આર.જી.ડી. સાર્વજનિક વિદ્યાલય મા વિજ્ઞાન મેળો યોજાયો.

સુરત :

ડી.આર.જી.ડી. સાર્વજનિક વિદ્યાલય – સાયણ ખાતે શાળા વિકાસ સંકુલ -10 (નર્મદા) ના વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતુ.જેનું ઉ્દઘાટન ડાયટ ના પ્રાચાર્ય ડૉ. સંજયસિંહ બારડના હસ્તે કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમ માં જિલ્લાશિક્ષણાધિકારી ડૉ. ભગીરથસિંહ પરમાર મુલાકાત લીધી હતી. ઉપરાંત ડો.સંગીતાબેન મિસ્ત્રી (EI) , કરીમભાઈ સમનાણી (AEI) ,તેમજ સાયણ વિભાગ કેળવણી મંડળ ના પ્રમુખ હરીશભાઈ માળી, ઉપપ્રમુખ દર્શનભાઈ નાયક , મંત્રી રાકેશભાઈ પટેલ, કમિટી સભ્ય પ્રવીણભાઈ ટેલર..ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમ ને સફળ બનાવવામાં શાળા ના આચાર્યશ્રી એસ.એમ. હીરપરા સાહેબ અને સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી.

બાળ વિજ્ઞાન મેળામાં ૫૭ શાળાઓએ અલગ અલગ ૯૦ જેટલી કૃતિઓ રજૂ કરી.

બાળ વિજ્ઞાન મેળામાં ૫૭ શાળાઓએ ભાગ લીધો હતો અને અલગ અલગ ૯૦ જેટલી કૃતિઓ રજૂ કરી હતી આ વિજ્ઞાન મેળામાં બાળ વૈજ્ઞાનિક કૃતિઓ જોવા વિદ્યાર્થીઓ ઉમટ્યા હતા બાળ વિજ્ઞાનીઓ દ્વારા કૃતિઓ ની રજુઆત સમજાવતા જોવા મળ્યા હતા.જેમાંથી માધ્યમિક વિભાગ માંથી વિભાગ -૧ માં મોર હાઇસ્કુલ ની કૃતિ નો પ્રથમ નંબર વિભાગ -૨ માં એમ.એ.આઇ. હાઈસ્કૂલ ઓલપાડ પ્રથમ વિભાગ -૩ માં ઝેડ.એમ.પટેલ વિદ્યાલય – લવાછા નો પ્રથમ નંબર વિભાગ -૪ માં એમ.એ.આઇ. હાઈસ્કૂલ ઓલપાડ પ્રથમ નંબર અને વિભાગ -૫ માં ડી.આર.જી. ડી. સાર્વજનિક વિદ્યાલય નો પ્રથમ નંબર આવેલ છે.

તેમજ ઉચ્ચતર માઘ્યમિક વિભાગમાં – વિભાગ -૧ માં એચ.કે. દેસાઈ ઇંગ્લિશ સ્કૂલ ની કૃતિ નો પ્રથમ નંબર વિભાગ -૨ માં આર્યમ એજ્યુકેશન એકેડમી બોલાવ ની કૃતિ ની પ્રથમ નંબર વિભાગ -૩ માં આર્યમ એજ્યુકેશન એકેડમી બોલાવ ની કૃતિ નો પ્રથમ નંબર,વિભાગ -૪ માં ડી.આર.જી. ડી. સાર્વજનિક વિદ્યાલય સાયણ નો પ્રથમ નંબર અને વિભાગ -૫ માં સંસ્કાર વિદ્યાલય કિમ નો પ્રથમ નંબર આવેલ છે.

અહેવાલ :- બ્યુરો રિપોર્ટ (સુરત)