સિહોરનાં વિદ્યામંજરી જ્ઞાનપીઠ કેમ્પસ સ્થિત સંસ્કૃતિ સ્કૂલના વિદ્યાર્થીએ શાળા કક્ષાના રમતોત્સવ-૨૦૨૫ અંતર્ગત ભાવનગર ખાતે યોજાયેલી જિલ્લા સ્તરની લોન ટેનિસ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કરી ચોથું સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત રાજ્ય તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સંયુક્ત આયોજન હેઠળ અને જિલ્લા રમતગમત અધિકારી, ભાવનગર ગ્રામ્યના સંચાલન હેઠળ SGFI ભાવનગર ખાતે તા. ૨૦ ઑગસ્ટ, બુધવારે આ જિલ્લા કક્ષાની લોન ટેનિસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સ્પર્ધામાં સંસ્કૃતિ સ્કૂલના વિદ્યાર્થી પરમાર યુગ હરદેવસિંહે અંડર-૧૪ (ભાઈઓ) કેટેગરીમાં ભાગ લીધો હતો. યુગે કઠિન મુકાબલાઓ વચ્ચે ઉત્કૃષ્ટ દેખાવ કરીને જિલ્લા સ્તરે ચોથું સ્થાન હાંસલ કર્યું હતું.
આ સિદ્ધિ પર શાળાના સંચાલક અને ટ્રસ્ટી પી. કે. મોરડિયા, કેમ્પસ ડાયરેક્ટર અનિકેતભાઈ રાજ્યગુરુ, આચાર્ય સંગીતાબેન કોઠડિયા, કોર્ડિનેટર ભાવેશભાઈ કસોટીયા, સુપરવાઈઝર સહિત સમગ્ર શાળા પરિવાર દ્વારા યુગને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
સાથે જ આ ખેલાડીની સફળતા પાછળ મહત્વપૂર્ણ યોગદાન આપનાર કોચ તથા મેનેજરને પણ શાળાના તંત્ર દ્વારા ખાસ અભિનંદન આપવામાં આવ્યા હતા.
આ વિજેતા ખેલાડીની સિદ્ધિએ માત્ર શાળાનું નહીં પરંતુ સિહોર શહેરનું નામ પણ ગૌરવભેર ઊંચું કર્યું છે.
📍 રીપોર્ટર : સતાર મેતર, સિહોર