સિહોર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભાદરવી અમાસ મેળામાં પીવાના પાણીનું પરબ ખોલાયું.

સિહોર: ભાદરવી અમાસના પાવન અવસર પર સિહોર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે શનિવારે બ્રહ્મકુંડ ખાતે યોજાયેલા ભવ્ય લોકમેળામાં પીવાના પાણીનું પરબ શરૂ કરવામાં આવ્યું. મેળામાં ઉમટી પડતા હજારો લોકો માટે તરસ મિટાડતું આ સેવા યજ્ઞ કોંગ્રેસ કાર્યકરોની આગેવાની હેઠળ કરવામાં આવ્યું.

આ પરબના ઉદ્ઘાટન પ્રસંગે શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયદીપસિંહ ગોહિલ, કિરીટસિંહ મોરી, જીતુભાઈ ઉપાધ્યાય, નૌશાદભાઈ કુરેશી, મુસ્તુફા સરવૈયા, પાર્થ ત્રિવેદી, ભાવિન મહેતા, દર્શક ગોરડિયા, કિશોરભાઈ ગોહિલ (KK), લલિતભાઈ ચૌહાણ, વિપુલભાઈ ત્રિવેદી, જીતુભાઈ બોરીચા, ઈશ્વરભાઈ નમસા, છોટુભાઈ રાણા, યુવરાજ રાવ, રાજુભાઈ ગોહિલ, માંનસંગભાઈ ડોડીયા, ધવલભાઈ પલાનીયા અને અશોકભાઈ બુધભટ્ટી સહિત મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા.

કોંગ્રેસ કાર્યકરોએ જણાવ્યું કે ભાદરવી અમાસનો મેળો સિહોરની ઓળખ છે, અને તેમાં આવતા શ્રદ્ધાળુઓને પાણી જેવી જરૂરી સુવિધા ઉપલબ્ધ કરાવવી એ સેવા સમાન છે. પરબ દરમિયાન હજારો લોકો માટે ઠંડુ અને સ્વચ્છ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવામાં આવ્યું.

📍 અહેવાલ: સતાર મેતર, સિહોર