સુત્રાપાડા પો.સ્ટે.ના છેતરપીંડીના ગુનાના કામે છેલ્લા ૧૪ વર્ષથી નાસતા ફરતા આરોપીને વેશ પલટો કરી શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, ગીર સોમનાથ.

એલ.સી.બી.ના ઈ.ચા.પો.ઈન્સ.એ.બી.જાડેજા તથા પો.સબ ઇન્સ.એ.સી.સિંધવના માર્ગદર્શન મુજબ સુત્રાપાડા પો.સ્ટે ગુ.ર.નં.ફ.૪૨/૨૦૧૦ આઇ.પી.સી.કલમ ૪૦૭,૪૨૦, ૧૪૪ ના કામેનો નાસતો ફરતો આરોપી મહેન્દ્રભાઇ ઉર્ફે મહેશભાઇ ઉર્ફે મલો S/O સવજીભાઈ હરીભાઇ ભુંગાણી પટેલ ઉ.વ-૬૧ ધંધો-ડ્રાઇવીંગ મુળ રહે લાઠીદડ ગામ તા.જી.બોટાદ વાળો સુત્રાપાડા ખાતે આવેલ કંપનીમાં ટ્રક ડ્રાઇવિંગ કરતો હોય અને કંપનીના ટ્રકમાં ભરેલ સામાનની છેતરપીંડી કરી ટ્રકનો માલ બારોબાર વેચી નાંખી ટ્રક બિનવારસુ મુકી ગુનો આચરી છેલ્લા ૧૪ વર્ષથી પોતાનું ખોટુ નામ મહેશસિંહ સાવજસિંહ નામ ધારણ કરી ખોટા નામના બનાવટી ડોક્યુમેન્ટ બનાવી યુપીના પ્રયાગરાજ ખાતે રહેતી ચંદાસિંગ સાથે બીજા લગ્ન કરી રહેતો હોય અને ટ્રક ડ્રાઇવીંગ કરતો હોય તેમજ હાલ તે સુરતના ઓલપાડ વિસ્તારમાં હોવાની ટેકનિકલ તથા હયુમન સોર્સીસથી હકીકત મળતા પો.સબ ઇન્સ. એ.સી.સિંધવ તથા એ.એસ.આઈ. નરેન્દ્રભાઈ કછોટ, પો.હેડ કોન્સ. નરેન્દ્રભાઇ પટાટ તથા ડ્રા.એ.એસ.આઇ. નિલેશગીરી નાઓ સુરત ઓલપાડ વિસ્તાર ખાતે જઈ ટ્રક ડ્રાઇવર તરીકેનો વેશ પલટો કરી ટુકડ્રાઇવરની જરૂર હોય તેવી વાતો કરી સચોટ માહીતી મેળવી વોચ રાખી આરોપીને પકડી પાડેલ છે.

  • પકડેલ નાસતો ફરતો આરોપી

મહેન્દ્ર ઉર્ફે મહેશભાઇ ઉર્ફે મલો S/O સવજીભાઈ હરીભાઈ જાતે ભુંગાણી જાતે પટેલ ઉ.વ-૬૧ ધંધો-ડ્રાઇવીંગ (દિલ્લી નહેરૂ પેલેસ સફદર જંગ સ્કુલ ખાતે સ્કુલ બસ ડ્રાઇવીંગ) હાલ રહે-મેટ્રો રેલ્વે સ્ટેશન પાસે મહાકાળી મંદીર દિલ્લી નહેરૂ પેલેસ પાર્કીંગમાં તથા શિસઇ ગામ સરકારી યુબવેલની સામે થાના-મઉવાઇ માં તા-ફુલપુર જી-પ્રયાગરાજ (યુ.પી) તથા મુળ રહે-લાઠીદડ ગામ તા-જી-બોટાદ

→ એમ.ઓ.

આ ગુનાનો આરોપી વર્ષોથી ટ્રક ડ્રાઇવિંગનો ધંધો કરતો હોય અને ટ્રકના માલીકનો સામાન બારોબાર વેચી નાંખી ટ્રક બિનવારસુ મુકી છેતરપીંડી કરી રાજયમાં અલગ અલગ જગ્યાએ નાશી જવાની ટેવ ધરાવે છે અને હાલમાં યુ.પી.ના પ્રયાગરાજ ખાતે પોતાનું નામ બદલી રહેતો હોય અને ડ્રાઇવિંગના કામે સુરત ખાતે આવતા પકડાઇ ગયેલ છે. આ ગુન્હો કર્યા પછી આરોપી પોતાની પત્ની બાળકોને છોડી બીજા લગ્ન કરી યુ.પી.માં તેના બીજા પરીવાર સાથે રહે છે.

  • આરોપીનો ગુનાહિત ઇતિહાસ

(૧) સુરત કડોદરા પો.સ્ટે ગુ.ર.નં.૪૧/૨૦૦૯ આઇ.પી.સી.કલમ ૪૦૬,૪૦૭,૪૨૦

(ર) ભાવનગર શિહોર પો.સ્ટે. ગુ.ર.નં.૬૩/૨૦૧૧ આઇ.પી.સી.કલમ ૪૦૮,૪૧૧,૧૧૪

આ કામગીરી કરનાર અધિ/કર્મચારીઓ

એલ.સી.બી. ઈ.ચા.પો.ઇન્સ. એ.બી.જાડેજા, પો.સબ.ઇન્સ. એ.સી.સિંધવ એ.એસ.આઇ. નરેન્દ્રભાઈ કછોટ, રામદેવસિંહ જાડેજા, ભુપેન્દ્રસિંહ ચાવડા, પો.હેડ કોન્સ.નરેન્દ્રભાઈ પટાટ, ડ્રા.એ.એસ.આઇ. નિલેશગીરી નિમાવત દ્વારા કામગીરી કરવામાં આવેલ હતી.

અહેવાલ : પ્રકાશભાઈ કારાણી (વેરાવળ)