આમ તો સુરત માટે એવું કહેવાય છે કે સુરતનું જમણ અને કાશીનું મરણ, સુરતીઓ પણ ખાવાના શોખ બાબતે આ કહેવતને સાકાર કરે છે. રોજ સવારે ઊઠીને ખમણ ઢોકળા ખાતા સુરતીઓ માટે હવે ઓરિસ્સાના પ્રખ્યાત દહી વડા અને અનાનસ જલેબીનું નવું નજરાણું પણ ઉપલબ્ધ થયું છે. સુરતના અડાજણ સ્થિત એલપી સવાણી સ્કૂલ પાસે દહીંવડા એક્ષપ્રેસ નામથી ઓરિસ્સાની પ્રખ્યાત આઉટલેટ શરૂ થઈ છે જેમાં સ્વાદ પ્રિય સુરતીઓ માટે 63 જેટલા અલગ અલગ પ્રકારના દહીંવડા અને અનાનાસની જલેબી સુરતીઓ માટે આકર્ષણ નું કેન્દ્ર બની રહશે.
63 પ્રકારના અલગ અલગ રાજ્યોની ટ્રેડિશનલ ફૂડનું સ્વાદ એક જ સ્થળે મળી રહેશે
કંપનીના માલિક સૌરવ ખંડેલવાલ એ જણાવ્યું હતું કે ઓરિસ્સાના દહીંવડા,રાઈસ વડાની સાથે બનારસના છેના વડા જેવી દેશના અલગ અલગ રાજ્યોમાં 63 પ્રકારના દહીવડા હવે સુરતમાં એકજ જગ્યાએ ઉપલબ્ધ થશે.જલેબીની અલગ અલગ પ્રકારની ઘણી વેરાયટી ખાધી હશે પણ ક્યારેય અનાનસ જલેબી નહિ ખાધી હોય તો એનો સ્વાદ પણ તમને દહી વડા એક્ષપ્રેસ માં મળી જશે. તેમણે જણાવ્યું હતું કે સુરતના લોકો જેમ ખમણ, લોચો પસંદ છે એજ રીતે અમારા દહીંવડા પસંદ કરશે એવો એમને વિશ્વાસ છે
ઓરિસ્સાના પ્રખ્યાત દહીંવડા સુરતમાં ચાલુ કરનાર કેશવ ભાઈ એ જણાવ્યું કે આ પ્રકારના દહીંવડા એક્સપ્રેસ સુરતમાં ક્યાંય નથી મળતા. સુરતીઓ ખાવાના ખૂબ શોખીન છે અને આ નવી પ્રોડક્ટ છે તો મને વિશ્વાસ છે કે સુરતીઓ પસંદ કરશે