સુરત:
સુરત શહેરના ઉધનામાંથી નકલી ચલણી નોટ ઝડપાઈ છે. 100ના દરની 25,900 હજારની નકલી ચલણી નોટ કબજે કરાઈ છે. નકલી ચલણી નોટ સાથે એક આરોપીની ધરપકડ કરાઈ છે. અન્ય આરોપીઓનો શોધખોળ ચાલુ છે. આરોપી સાડી પ્રિન્ટિંગમાં કામ કરતો હતો. અત્યાર સુધી લાખો રૂપિયાની નકલી નોટ છાપી બજારમાં વટાવી છે. પ્રિન્ટિંગના કામ સાથે સંકળાયેલો હોવાથી તે બનાવટી નોટ છાપતો થઇ ગયો હોવાનું સામે આવ્યુ છે.
લોકોને શંકાના જાય એ માટે શાક માર્કેટમાં 100ની ચલણી નોટ ઉપયોગ કરતો
ઉધના પોલીસ સ્ટેશનમાં માહિતી આપતાં ડીસીપી ઝોન ત્રણના પિનાકીન પરમાર માહિતી આપતા જણાવ્યું હતું કે આરોપી પિન્ટુ તેના મિત્ર સલમાન જે હાલ ઉત્તર પ્રદેશમાં છે તેના કહેવાથી ચલણી નોટ ઘરમાં છાપતો હતો. સલમાનને હાલ પકડવા માટે એક ટીમ યુપી મોકલવામાં આવી છે જયારે આરોપી પિન્ટુ સાથે વધુ પૂછ પરજ કરાતા તેને જણાવ્યું હતું કે એ જાણી જોઈને 100 રૂપિયાની ચલણી નોટ છાપતો હતો નાની નોટ હોવાથી કોઈને શંકાના જાય અને શાક માર્કેટમાં 10 -20 રૂપિયાની વસ્તુ ખરીદી નોટ ચલાવતો હતો.
અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)