સુરતના ચોર્યાસી વિધાનસભામાં ભાજપ જોર શોરથી પ્રચારમાં ઉતરી

સુરત
સુરત

સુરત: ગુજરાત વિધાનસભાની  પ્રથમ તબક્કાની ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે.ત્યારે સુરત શહેરમાં હાલ ચોર્યાસી વિધાનસભા મત વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના નવા ઉમેદવાર સંદીપ દેસાઈ જોર શોરથી ડોર ટુ ડોર પ્રચારમાં જોડાઈ ગયા છે અને લોકોને મતદાન કરવા માટે અપીલ કરી રહ્યા છે.અત્રે ઉલ્લેખનીય છે કે ચોર્યાસી વિધાનસભાથી બે વખતના સીટીંગ ધારાસભ્ય ઝખનાં પટેલની આ વખતે ટીકીટ કપાતા ભજપે સંદીપ દેસાઇ પર વધુ વિશ્વાસ મુક્યો છે.આ વખતે ગુજરાત ભાજપે કામરેજ ,ઉધના અને ચોર્યાસીથી સીટીંગ ધરાસભયોની ટીકીટ કાપી નવા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે.

ચોર્યાસી વિધાનસભામાં કોળી પટેલ અને ઉત્તર ભારતીયોની જનસંખ્યા સૌથી વધુ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે.ત્યારે ચૂંટણી પ્રચારમાં કોઈ કસર બાકી ન રહી જાય તે માટે તમામ રાજકીય પાર્ટીઓ જોર શોરથી ચૂંટણી પ્રચાર કરી રહી છે જેમાં ખાસ કરીને ભાજપ અને આમ આદમી પાર્ટી તેના દિગજ્જ નેતાઓને મેદાનમાં ઉતારી છે ત્યારે સુરતના 168 ચોર્યાસી  વિધાનસભા છેત્રમાં આ વખતે ખુબ  જોર શોરથી પ્રચાર થઈ રહ્યો છે.જેમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી અદિત્યનાથ પોતે ચોર્યાસીમાં સભા ગજવી ચુક્યા છે જેનું મુખ્ય કારણ ઉત્તર ભારતીય સમાજ છે.