સુરતની એક શાળાને ફાયર વિભાગ દ્વારા સીલ મારવામાં આવતા શાળા સંચાલકોએ મચાવ્યો હોબાળો 

સુરતની એક શાળાને ફાયર વિભાગ દ્વારા સીલ મારવામાં આવતા શાળા સંચાલકોએ મચાવ્યો હોબાળો

સુરત :

 

સુરતના પુણા વિસ્તારની એક શાળાને આજે બુધવારે સુરત મનપાના ફાયર વિભાગે સીલ માર્યું હતું. પોલીસની ટીમને સાથે રાખી ફાયરે સીલ માર્યું હતું. આ સીલીંગ કાર્યવાહીનો શાળાના સંચાલકોએ વિરોધ કર્યો હતો.

રાજકોટમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ હાઈકોર્ટે કાન આમળતા તંત્ર દોડતું થયું છે. ચોપડે કામગીરી બતાવવા માટે અધિકારીઓ આડેધડ સીલ મારવા માંડ્યા છે. બધી મંજૂરી હોવા છતાં અધિકારીઓ સીલ મારી રહ્યાં હોવાનો એક બનાવ સામે આવ્યો છે

શાળા સંચાલકોએ કહ્યું કે, અમારી પાસે બધા જ પ્રકારની પરમીશન છે. અમે તમામ નિયમોનું પાલન કર્યું છે. તેમ છતાં સીલ મારવામાં આવ્યું છે. ઉપરી અધિકારીઓ સમક્ષ કામગીરી બતાવવા માટે અમારી સ્કૂલને સીલ મારવામાં આવ્યું છે

અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)