સુરતની સ્મીમેર હોસ્પિટલનો વધુ એક વિવાદ ત્રીજા વર્ષની વિદ્યાર્થિનીએ સિનિયર ડોક્ટર પર કર્યા ગંભીર આક્ષેપ

સુરત :
સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ ઐયાશીનો અડ્ડો બન્યો હોય તેવા એક પછી એક બનાવો સામે આવી રહ્યાં છે. થાઈ ગર્લને હોસ્ટેલમાં લાવવાના કેસમાં ડોક્ટર ઋત્વિક દરજી સસ્પેન્ડ થયા છે. ત્યારબાદ હોસ્ટેલની તપાસમાં જ એક ડોક્ટર ચીકાર નશાની હાલતમાં મળી આવ્યો હતો. ત્યારે ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ સિનિયર ડોક્ટર પર ગંભીર આક્ષેપ કર્યા છે.

વિદ્યાર્થિની પોલીસ સ્ટેશન પહોંચી જતા અંતે સમાધાન થયો

સ્મીમેરમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીએ સિનિયર સામે ગંભીર આક્ષેપો કર્યા છે. એક સિનિયર વિદ્યાર્થી હેરાન કરી રેગિંગ કરતો હોવાનો વિદ્યાર્થિનીએ આક્ષેપ કર્યો છે. આ વિદ્યાર્થિની તેના પિતા સાથે વરાછા પોલીસ સ્ટેશને પહોંચી હતી અને સિનિયર રેસિડન્ટ ડોક્ટર રેગિંગ કરતો હોવાના આક્ષેપ કર્યા હતા.આ વાતની જાણ થતાં સિનિયર વિદ્યાર્થી, અન્ય તબીબો તેમજ ડીન પણ પોલીસ સ્ટેશને દોડી ગયા હતા, જ્યાં બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ જતાં કોઈ ફરિયાદ નોંધાઈ ન હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. સ્મીમેરમાં સિનિયરે રેગિંગ કર્યું હોવાના આક્ષેપ સાથે ત્રીજા વર્ષની વિદ્યાર્થિની વરાછા પોલીસ સ્ટેશનમાં પહોંચી હતી. જ્યાં બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ ગયું હતું.

અહેવાલ : અશ્વિન પાંડે (સુરત)