સુરતને બચાવવું હોય તો બચાવી લો’, બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનાર ઝડપાયો

સુરતને બચાવવું હોય તો બચાવી લો’, બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનાર ઝડપાયો

સુરત :

સુરતમાં ત્રણ સ્થળો પર બોમ્બ બ્લાસ્ટની ધમકી આપવામાં આવી હતી. જો સુરતને બચાવવું હોય તો બચાવી લો. ગતરોજ રાત્રે 11.55 કલાકે ત્રણ જગ્યાએ બોમ્બ બ્લાસ્ટની કરવાની ધમકી આપવામાં આવી હતી. સુરત કંટ્રોલરૂમમાં અજાણ્યા શખ્સે કોલ કરીને ધમકી આપી હતી.

ઉધના પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો 

 

પોલીસની અલગ અલગ ટીમો દ્વારા મધરાત્રી સુધી ઉધનાના ત્રણેય સ્થળો પર ઝીંણવટ પૂર્વક તપાસ આદરી હતી. જોકે તપાસમાં કોઈપણ પ્રકારની વાંધાજનક વસ્તુઓ મળી આવી નહોતી. ત્યાર બાદ પોલીસે જે નંબર પરથી કોલ આવ્યો હતો તેને ટ્રેસ કર્યો હતો. કોલ કરનાર શખ્સને પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી લીધો હતો.આરોપી જે પોલીસ પકડમાં આવ્યો છે તેની ઓળખ અશોક સિંહ તરીકે થઈ છે, જોકે આ શખ્સનું વધુ પૂછ પરજ કરવામાં આવતા આરોપીએ જણાવ્યું હતું કે તેણે ફક્ત પોલીસણે હેરાન પરેશાન કરવા માટે ફોન કર્યો હતો. હાલ ઉધના પોલીસ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી.

 

અહેવાલ :- અશ્વિન પાંડે (સૂરત)